જામનગર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ના નવા અજમા ની આવક થઇ હતી. જેમાં આજ કુલ ૨૦૦૦ ગુણી થી વધુ અજમો આવ્યો હતો અને તેના સોદા થયા હતા. જેમાં ૨૦ કિલોના સૌથી ઊંચા રૂ.૭૦૦૦ ભાવ બોલાયા છે. જે અત્યાર સુધીનો સૌથી ઉંચો છે. ગયા વર્ષે અજમાનો ભાવ સૌથી વધુ રૂ. ૪૮૦૦ થયા હતા પરંતુ આ વખતે ૨૨૦૦ ની જેટલો ઉંચો ભાવ થઈ ગયો છે. જેથી ખેડૂતો ખુશખુશાલ જાેવા મળ્યા છે. જામનગર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે અજમાનો ભાવ આજ રોજ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ રૂ. ૭૦૦૦ બોલાયા છે.માર્કેટિંગ યાર્ડ ખાતે ૨ હજારથી વધુ ગુણી દરરોજ અજમા ની આવક થાય છે.જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા ના ડુંડાસ ગામ ના ખેડૂત પોતાનો અજમો લઇને જામનગર માર્કેટિંગ યાર્ડ માં લઈ આવ્યા હતા જેમાં અજમાની હરાજીમાં એક મણ નો ૭ હજાર રૂપિયા ભાવ બોલાયો હતો. અને રોજ લગભગ ૨ હજાર ગુણી જેટલો હરાજીમા અજમા નો નિકાલ થાય છે. જ્યારે આખા રાજ્યમાં અજમાનું મેઇન પીઠું જામનગર યાર્ડ ગણાય છે.જ્યારે આજે હાઇએસ્ટ ભાવ ૭ હજાર રૂપિયા હરાજી થયેલ છે. જે અત્યાર સુધી માં અજમા ના ઇતિહાસમાં અને માર્કેટિંગ યાર્ડ ના ઇતિહાસમાં સૌથી ઊંચો ભાવ છે.જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં હાલ દરરોજ અજમાની ૨૦૦૦ આસપાસ ગુણીની આવક થઈ રહી છે. આજે યાર્ડમાં અજમાનો હાઈએસ્ટ ૭૦૦૦ રૂપિયાનો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી હતી. અજમાના ખરીદ વેચાણ માટે જામનગર માર્કેટીંગ યાર્ડને મહત્વનું પીઠું માનવામા આવે છે.


