પાટણ
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે કાયૅરત ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફની સેવા સરાહનીય બની હતી. જેમાં સ્ટાફે અડિયા ગામે પ્રસવ પીડા ભોગવતી મહિલાની નોમૅલ ડિલિવરી કરાવી હતી. પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજના ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી ધીરેન્દ્ર સોલંકી અને પાયલોટ દિલીપભાઈ યોગીને અડિયા ગામની મહિલા રાજલબેન મુકેશજી ઠાકોરને પ્રસવ પીડા ઉપડી છે તેવો કોલ મળ્યો હતો. ત્યારે હારીજ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઉપરોક્ત કમૅચારીઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી જઈને પ્રસવ પીડા ભોગવતી મહિલાની નોમૅલ ડિલિવરી કરાવી તેણીને પ્રસવ પીડામાંથી મુક્ત કરી હતી. હારીજ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફના ઇએમટી અને પાયલોટે તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડતાં પ્રસૃતા મહિલા સહિત બાળકનો આબાદ બચાવ થતાં મહિલાના પરિવારજનો દ્વારા હારીજ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફનો આભાર વ્યક્ત કરાયો હતો.


