મકસુદ કારીગર,કઠલાલ
શ્રાવણ માસ એટલે પુણ્યતા અને શિવ પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો માસ એક પત્ર, એક પુષ્પ, એક બિલીપત્ર કે એક લોટી જળની ધારાથી પ્રસન્ન થતા મહાદેવ ભોળનાથને રાજી કરવા માટેનો સર્વોત્તમ સમય એટલે શ્રાવણ માસ ત્યારે કઠલાલ તાલુકાના અનારા ગામમાં ૭૦૦ વર્ષ જૂનું વૈજનાથ મહાદેવનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે જ્યારે હાલ પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે મંદિરનો જીર્ણોદ્ધાર અને લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો.
ત્યારે આ શુભ અવસરે અનારા ગામના સરપંચ શિલ્પાબેન નીલમભાઈ શાહ ના દ્વારા આરતી કરવામાં આવી હતી જ્યારે આ અવસરે મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો અને ભક્તોએ યજ્ઞમાં ઉપસ્થિત રહી મહાદેવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી .

