સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના ભાઈઓ – બહેનો માટે સાત દિવસીય યોગાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યોગાસનમાં રસ ધરાવતા હોય તેવા અનુસૂચિત જાતિના ભાઈઓ – બહેનોએ આ યોગાસન કેમ્પમાં ભાગ લેવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલીનો સંપર્ક કરવો. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી પ્રવેશ પત્ર મેળવી તે સંપૂર્ણ વિગતો સાથે ભરી આગામી તા.૧૫ જુલાઈ, ૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને આ પ્રવેશ પત્ર પહોંચાડી આપવા. યોગાસન કેમ્પ માટે પસંદગી પામ્યા હોય તેવા ઉમેદવારોને આ માટે અગાઉથી જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે ૮૪૮૮૮ ૦૭૪૮૮ નો સંપર્ક કરવા, જિલ્લા રમત વિકાસ અધિકારી ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
