Gujarat

અપહરણ તથા પોક્સો એક્ટ મુજબના ગુન્હાના આરોપીને ગુન્હો દાખલ થયાની ગણતરીના કલાકોમાં પકડી પાડતી ધારી પોલીસ ટીમ*

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા અપહરણ તથા
પોક્સો એક્ટ સબંધી ગુન્હાઓના આરોપીઓ ગુન્હો કરી નાસી-ભાગી ન જાય, તેમજ આવા પ્રકારના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી.કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ સદરહુ ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સધળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા પામેલ એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૪૬૦/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૧૪/૦૬/૨૦૨૨ ના ક.૨૦/૩૦ વાગ્યે રજીસ્ટર થયેલ અને ધારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી ડી.સી.સાકરીયા તેમજ તેમની ધારી પોલીસ ટીમ નાઓએ ઉપરોકત ગુન્હાના કામના આરોપીને શોધી કાઢી આરોપીને તા.૧૫/૦૬/૨૦૨૨ ના ક.૧૭/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ સદરહું ગુન્હાના કામના આરોપીને ગુન્હો દાખલ થયાની ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે.
*ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત*
(૧) પ્રદિપભાઇ ઉર્ફે પ્રકાશ ઉર્ફે રાજાભાઇ દાફડા ઉ.વ.૨૪ ધંધો. હીરાકામ રહે.ધારી પ્રેમપરા તા.ધારી જી.અમરેલી
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220616-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *