ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/કરાર કેદીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા લાઠી પો,સ્ટે. એ પાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૧૧૦/૨૨ IPC ૪.૩૬૩ ૩૬૬,૧૧૪ વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં મદદગારી કરી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ,
પકડાયેલ આરોપી:
દિપકભાઇ ઉર્ફે દિલીપ શામજીભાઇ મકવાણા ઉ.વ.૬૦ ધંધો-ખેતી રહે.નાની વાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર,
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લંડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા
રીપોટોર ભાવેશવાઘેલા અમરેલી


