અમદાવાદ
ગુજરાતી અભિનેતા હેમાંગ દવેએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માહિતી આપતા લખ્યું છે કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મને છેલ્લા ૨-૩ દિવસમાં મળ્યા હતા અને કોરોના ટેસ્ટ કરાવી લે. તેમજ કોરોના નિયમનું પાલન કરવું. ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં એક બાદ એક સેલિબ્રીટીના કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે હવે ઢોલીવુડ સેલિબ્રિટીના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. અભિનેતા હેમાંગ દવેએ ધન ધતુડી પતુડી, થઇ જશે, બે યાર, બસ એક ચાન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઇને અનેક જગ્યાએ કરફ્યૂ તેમજ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨૬૫ કેસ નોંધાયા છે. બીજી તરફ ૨૪૦ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૯,૨૮૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૮૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે ૨ મોત થયા છે. આજે ૮,૭૩,૪૫૭ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨૯૦ , સુરત કોર્પોરેશનમાં ૪૧૫, વડોદરા કોર્પોરેશનમાં ૮૬ , આણંદ ૭૦, કચ્છ ૩૭, રાજકોટ કોર્પોરેશનમાં ૩૬, ખેડા ૩૪, ભરુચ ૨૬, અમદાવાદ ૨૪, મોરબી ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૩, રાજકોટ ૨૧, ભાવનગર કોર્પોરેશન ૧૮, નવસારી ૧૮, જામનગર કોર્પોરેશન ૧૬, મહેસાણા ૧૪, પંચમહાલ ૧૪, ગાંધીનગર ૧૨, સુરત ૯, વલસાડ ૯, જૂનાગઢ કોર્પોરેશન ૮, વડોદરા ૮, જામનગર ૭, બનાસકાંઠા ૬, સાબરકાંઠા ૬, અરવલ્લી ૫, ભાવનગર ૪, દેવભૂમિ દ્વારકા ૪, જૂનાગઢ ૪, મહિસાગર ૪, અમરેલી ૩, ગીર સોમનાથ ૩, તાપી ૩, દાહોદ ૨, ડાંગ ૧ અને સુરેન્દ્રનગરમાં ૧ નવો કેસ નોંધાયો છે.કોરોના વાયરસે ફરી વખત તેની દેખા દેવાનું શરૂ કરી દીધું છે. બોલીવુડ બાદ હવે ઢોલીવુડમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. ગુજરાતી સીને જગતના અભિનેતા હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે.

