Gujarat

અમદાવાદ ખાતે આજે યોજાનાર ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના ૧૦૦૦ ખેલાડી ભાગ લેશે

અમદાવાદ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવનાર ૧૧ માં ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લામાંથી ૧૦૦૦ ખેલાડીઓ ભાગ લેશે. જેમાં નેશનલ અને ઇન્ટર નેશનલ કક્ષાના રમતવીરો પણ ભાગ લેશે. વડાપ્રધાનના હસ્તે થનાર આ ઉદઘાટન સમારોહમાં છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેલાડીઓ તથા રમતવીરો હાજર રહેશે. જેના અર્થે તંત્ર દ્વારા ૨૦ જેટલી એસ ટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ૧૨ માર્ચ અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૧માં ખેલ મહાકુંભનો ઉદઘાટન સમારોહ થનાર છે. જેનો છોટાઉદેપુર વહીવટી તંત્ર કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ઓથીરિટી ઓફ ગુજરાતના સિનિયર કોચ દિનેશભાઇ ભીલ, જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણભાઇ ચૌહાણ, ડેપ્યુટી કલેકટર, અને નોડલ ઓફિસરોના નેજા હેઠળ તમામ રમતવીરો ભાગ લેશે. જેમાં આર્ચરી તીરંદાજી, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, હોક્કી, જેવી તમામ ઓલમ્પિક રમતો રમતા ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ
લેશે જેમાં ૨૦ જેટલી એસ ટી બસો લેશે જેમાં ૨૦ જેટલી એસ ટી બસો દ્વારા અમદાવાદ ખાતે પહોંચશે. સરકાર દ્વારા ખેલ મહાકુંભને પ્રોત્સાહન આપતા આદિવાસી અંતરિયાળ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના યુવાનો રમત તરફ આકર્ષાયા છે. અને વિવિધ રમતોમાં રમતવીરોએ નેશનલ તથા ઇન્ટરનેશનલ કક્ષાએ રમત રમી છે. અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં તિરંદજીની રમત સૌથી લોકપ્રિય છે. જેમાં સિનિયર કોચ દિનેશભાઇ ભીલના હાથ નીચે તૈયાર થઈને આદિવાસી યુવાનોએ જિલ્લાનું નામ રોશન આદિવાસી યુવાનોએ જિલ્લાનું નામ રોશન
કર્યું છે. ખેલ મહાકુંભ ઉદઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ કક્ષાએ તિરંદજીની રમત રમેલ મહેશ ભીલ અને પાયલ રાઠવાને પણ આમંત્રણ મળ્યું છે.સિનિયર કોચ દિનેશભાઇ ભીલના જણાવ્યા અનુસાર સરકારે રમત પ્રત્યેનું પ્રોત્સાહન આપતા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં રમતવીરોનું કિસ્મત ઝળકયું છે.અંતરિયાળ વિસ્તારમાંથી નીકળીને દેશ દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. આદિવાસી વિસ્તારમાં હવે તિરંદજીની રમત માટે યુવાન અને યુવતીઓ આગળ આવી રહયા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220311-212513_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *