Gujarat

અમદાવાદ જિલ્લામાં ૩.૫૬ લાખ આયુષ્માન કાર્ડના વિતરણનું આયોજન

બોટાદ
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિરમગામ ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિત રહી હતી. પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોના વરદ હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાયું હતું. વિરમગામ ખાતે કાર્યક્રમમાં વજુભાઈ ડોડીયા, ડો.તેજશ્રીબેન પટેલ, પ્રાગજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચેતન રાઠોડ, વરૂણભાઇ પટેલ, ચિરાગભાઈ પટેલ, દેવાભાઇ ઠાકોર, ભક્તિરામ બખુડીયા, પ્રાંત ઓફિસર ભાવેશભાઈ દવે, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઈ, દશરથ કોળી પટેલ, લાભાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ધોળકાના લાભાર્થીઓને હવે હેલ્થ વર્કર તેમજ આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈ આ યોજનાનો સીધો લાભ તેમને મળી રહે તે માટે ભારત સરકાર તેમજ ગુજરાતની ડબલ એન્જિનની સરકાર હંમેશા આરોગ્યની ચિંતા કરે છે. કાર્યક્રમમાં ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા તાલુકા પંચાયતના પ્રમુખ મેરૂભાઈ ડાભી, પ્રમુખ રીનાબેન ત્રિવેદી, કારોબારી ચેરમેન તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા. મંત્રી વિનોદ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *