Gujarat

અમદાવાદ સિવિલમાં ડી.જેના તાલે લાઈવ કોન્સર્ટ યોજાયો

અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બી.જે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો. આ કોન્સર્ટમાં બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોકટર હાજર રહ્યા હતા. તથા બહારના લોકો પણ આવી શકે તે માટે પાસ રાખવામાં આવ્યા હતા. ૧૫૦ રૂપિયામાં લાઈવ કોન્સર્ટના પાસ પણ વહેંચવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગરબા પણ રાખવામાં આવ્યા છે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દી દાખલ હોય છે અને બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોકટર દ્વારા લાઈવ કોન્સર્ટ કરીને ડી.જે વગાડવામાં આવે છે, જેનાથી દર્દીઓ પરેશાન પણ થાય છે. હોસ્પિટલ કેમ્પસ સાયલેન્ટ ઝોન હોવા છતાં શાહીબાગ પોલીસે પરવાનગી પણ આપી હતી અને પોલીસ ગરબા દરમિયાન તપાસ કરવા પણ ગઈ નહોતી. આ ઉપરાંત મેડિકલ ગ્રાઉન્ડમાં ગરબા પણ યોજવામાં આવ્યા છે જેમાં ડી.જે સાથે ગરબા યોજાશે. હું આ મામલે જવાબ નહીં આપી શકું, તમે બી.જે મેડિકલના ડીન કલ્પેશ શાહ સાથે વાત કરો. કલ્પેશ શાહને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ફોન ઉઠાવ્યો નહોતો. આ અંગે શાહીબાગ સાયલેન્ટ ઝોન છે પરંતુ મર્યાદિત અવાજમાં લાઉડ સ્પીકર અને કાર્યક્રમ માટે અમે પરવાનગી આપી હતી.શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે, જેમાં અને દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલ બી.જે મેડિકલ કોલેજ દ્વારા લાઈવ કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. લાઈવ કોન્સર્ટમાં ડોકટર અને વિદ્યાર્થીઓ ડી.જેના તાલે ઝૂમ્યા પણ હતા. મહત્વનું તો એ છે કે સ્થાનિક પોલીસે કાર્યક્રમ માટે પરવાનગી પણ આપી હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ લાઉડ સ્પીકરના ઘોંઘાટના કારણે પરેશાન થયા હતા.

Live-concert-by-BJ-Medical-College.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *