અમદાવાદ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં દર્દીઓના સગા અને ડોકટરો- સ્ટાફ વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટનાને પગલે ડોકટરો તેમજ સ્ટાફ વહેલી સવારથી જ હડતાળ પર ઉતરી ગયા છે. સારવાર માટે આવેલા દર્દીના ૧૦ થી ૧૨ જેટલા સગાઓએ ઇમરજન્સી સારવાર વિભાગમાં સારવાર મામલે ડોકટરો સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. બાદમાં દર્દીને હોસ્પિટલમાંથી લઈને જતા રહ્યાં હતાં. સારવાર માટે આવેલા દર્દી અને સગાઓએ સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી કરી ફરજ પરના ડોકટરો સાથે મારામારી કરી હતી. આ ઘટનાને પગલે તમામ ડોકટરો તેમજ સ્ટાફ વહેલી સવારથી જ કામકાજથી અળગા રહ્યા છે.દર્દીઓના સગા અને ડોક્ટરો વચ્ચે થયેલા બોલાચાલીની ઘટનાના વિરોધમાં ડોક્ટરોની હડતાળ પર ઉતરી જતાં સારવાર માટે આવેલા અન્ય દર્દીઓ અત્યારે હાલાકીમાં મુકાયા છે. આ ઘટના બાદ મણિનગર પોલીસનો એલ જી હોસ્પિટલ ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદમાં ડોક્ટરો અને દર્દીઓના સગાઓ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતાં મામલો વધુ બીચક્યો હતો. અમદાવાદમાં એલજી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ હડતાળ પર ઉતરી ગયાં હતાં. આ હડતાળના કારણે અન્ય દર્દીઓને સારવાર લેવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


