અમદાવાદ
એસવીપી,સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના કુલ ૬૪ દર્દી પૈકી બે દર્દી વેક્સિનેશન માટે એલિજિબલ ન હોવાથી તેમણે વેક્સિન લીધી નથી, જ્યારે બે દર્દીએ વેક્સિનનો એક-એક ડોઝ લીધેલો છે. આ સિવાયના તમામ દર્દીઓ ડબલ વેક્સિનેટેડ છે. વેક્સિન લીધેલી હોવાથી આ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને તેઓ ઝડપથી રિકવર પણ થઈ રહ્યા છે. હજુ જે લોકોએ રસી લેવાની બાકી હોય તેમણે ઝડપથી રસી લઈ લેવી જાેઈએ તેમ ડૉક્ટરો આગ્રહ કરી રહ્યા છે. આ ઉપરાંત પૂરતી તકેદારી રાખવાની પણ સલાહ છે. શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો ન હતો. શનિવારે ઓમિક્રોનના નવા ૧૨ કેસ નોંધાયા છે. જાેકે શનિવારે એકપણ ઓમિક્રોન પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. શહેરમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ ૧૦૫ જેટલા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે ૭૫ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. એને ધ્યાનમાં લેતાં શહેરમાં આજે પણ ઓમિક્રોનના ૩૦ એક્ટિવ કેસ છે. સિવિલ અને સોલા સિવિલના ૧૪ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે. સિવિલમાં વધુ ૪ રેસિડેન્ટ ડોક્ટર પોઝિટિવ આવ્યા છે. સોલા સિવિલમાં ડોક્ટર અને સ્ટાફ મળીને ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જેમાં ૪ ડોકટર, ૧ ટેક્નિશિયન અને સર્વન્ટનો સમાવેશ થાય છે.શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. શનિવારે એસવીપી હોસ્પિટલમાં કુલ ૫૧ દર્દી દાખલ હતા, જેમાંથી ૩૪ દર્દી ૫૦થી વધુ વયના હતા, એટલે કે લગભગ ૭૦ ટકા દર્દી આ વયજૂથમાં આવે છે. સામાન્ય રીતે મિડલ એજ અને મોટી ઉંમરની વ્યક્તિને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધારે હોવાનું તારણ છે. વળી, એમાંય જાે દર્દીની કો-મોર્બિડ કંડિશન હોય એટલે કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, ક્રોનિક લંગ-લિવર કે કિડની ડિસીઝ, ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ અથવા કેન્સરની જુદી જુદી સારવાર ચાલતી હોય એવા દર્દીઓ કોરોના સંક્રમણ માટે સોફ્ટ ટાર્ગેટ ગણી શકાય છે. અમદાવાદની બે મોટી સરકારી હોસ્પિટલ, એટલે કે મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં અનુક્રમે ૫૧ અને ૧૩ દર્દી દાખલ હતા. આ ૬૪ દર્દી પૈકી ૪૧ દર્દીની ઉંમર ૫૦ વર્ષ કરતાં મોટી હતી, એટલે કે તે દર્દીઓ હાઈ રિસ્ક એજ ગ્રુપમાંથી હતા. ખાનગી હોસ્પિટલોમાં તમામ વયજૂથના મળી ૧૧૯ દર્દી દાખલ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુનું પ્રમાણ ૫૫ વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોમાં જાેવા મળ્યું હતું. એસવીપી હોસ્પિટલમાં દાખલ કોરોનાના કુલ ૫૧ દર્દી પૈકી ૧૩ દર્દીઓ કો-મોર્બિડ છે. તેમના પર ડૉક્ટરોની ટીમ ૨૪ કલાક ધ્યાન આપી રહી છે, જ્યારે સિવિલમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા વિદ્યાર્થીને સામાન્ય ઓક્સિજનની જરૂર પડી હતી. શહેરમાં કોરોના દર્દીઓ પૈકી ૯૭ ટકા હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા હોવાથી મ્યુનિ.એ સંજીવની ટેલિમેડિસિનથી દર્દીઓને ઘરે જ સારવારના માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવી છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દી ૧૪૪૯૯ નંબર પર ફોન કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. આ સેવા ૨૪ કલાક ચાલુ રહેશે અને ડોક્ટરની સલાહ પણ મળશે.


