Gujarat

અમદાવાદની ૧૩ વર્ષની સગીરાને બીટીએસ કોરિયન બેન્ડની લત લાગી

અમદાવાદ
સગીર વયના બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર હવે સતત એક્ટિવ રહેતા ઈન્ટરનેટ એડિક્ટ બનવા લાગ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના બીટીએસ વીડિયો જાેવાની આદત પડ્યા બાદ ૧૧થી ૧૭ વર્ષનાં બાળકોનાં માતા-પિતા માટે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં એક ૧૩ વર્ષની સગીરા સોશિયલ મીડિયા પર બીટીએસ બેન્ડ જાેઈ અને તેનો સ્વભાવ ખૂબ જ આક્રમક બની ગયો હતો. જાે તેને આ બાબતે ના પાડવામાં આવે તો ખૂબ જ ગુસ્સે થઈ જતી હતી અને અડધો કલાક સુધી બાથરૂમમાં બંધ કરી અને સેક્સ્યુઅલ મૂવમેન્ટ કરતી હતી. બાદમાં તેણે હાથમાં છરી પણ મારી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવતા સગીરાનું કરવામાં આવ્યું હતું અને હાલમાં તો તેણે આવા વીડિયો નહીં જાેવે તેવી બાયધરી આપી હતી. મહિલા હેલ્પલાઇન અભ્યમ ૧૮૧માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે ૧૩ વર્ષની સગીરા પોતે કોરિયન બેન્ડ જાેવે છે, અને ખરાબ આદતોની શિકાર બની છે જેથી તેને કાઉન્સિલિંગની જરૂર છે. મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એકની એક બાળકી છે અને લોકડાઉન દરમિયાન પોતે મોબાઈલમાં કાર્ટુનના વીડિયો જાેતી હતી. તેણે ધીરે ધીરે એક કોરિયન બેન્ડ બીટીએસના વિડીયો જાેવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ પૂરેપૂરી તેમાં જ ખોવાઈ ગઈ હતી. તેને ભારતીય કલ્ચરથી નફરત થવા માંડી હતી અને પોતે ભારત છોડી અને કોરિયા જવા માંગતી હતી. આ બાબતે માતા-પિતાને જાણ થતા તેઓએ તેને સમજાવી હતી પરંતુ તે પોતે ખૂબ જ આક્રમક બની જતી હતી અને જાે વીડિયો જાેવાની ના પાડે તો તેઓને ખરાબ લાગતા હતા. કોરિયન બેન્ડનો વીડિયો જાેવાની ના પાડતા હતા તો પણ પોતે ખૂબ જ આક્રમક બની જતી હતી, અને પોતે બાથરૂમમાં અડધો કલાક સુધી બંધ કરી અને બેસી રહેતી હતી ત્યારબાદ પોતે સેક્સ્યુઅલ મૂવમેન્ટ કરતી હતી. આ રીતે માતા-પિતાને જાણ થતા પોતે ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને તેઓએ અભ્યમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. સગીરાએ પોતે જણાવ્યું હતું કે ડિપ્રેશનમાં છે. તેવી કોઈ સમસ્યા નથી. બસ આ વીડિયો જાેવાના કારણે પોતે વધુ આક્રમક બની જાય છે. જાેકે હાલમાં તેને કાઉન્સિલિંગ કરી અને સમજાવતા વીડિયો નહીં જાેવે તેવી બાહેધરી આપી હતી.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *