અમદાવાદ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષના આધેડ કડીયા કામ કરે છે અગાઉ તેઓ કુબેરનગરમાં રહેતા હતા ત્યારે ઝગડો થતા ૩ મહિના અગાઉ ઘર બદલીને ઠક્કરનગરમાં રહેવા આવ્યા હતા ત્યારે તેઓ ઘરેથી નીકળતા હતા ત્યારે જુના ઘર પાસે રહેતા ૯ લોકો આવ્યા હતા અને જૂની અદાવતમાં આધેડને લોખડની પાઇપ વડે માર માર્યા હતા અને ગાળો આપી હતી ત્યારે આધેડની દીકરી વચ્ચે પડતા દીકરીને પણ ખેંચી લીધી હતી અને તેની છેડતી કરી હતી.આધેડની બીજી દીકરી અને તેમની પત્નીને પણ માર માર્યા હતા.આધેડને પાઇપ વડે ફટકારતા તેમને લોહી આવવા લાગ્યું હતું જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આધેડે સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ૯ લોકો સામે રાયોટિંગ,મારમારી તથા છેડતીનો ગુનો નોંધાવ્યો છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિવારના ચાર સભ્યોને નવ લોકોએ ભેગા મળીને માર માર્યો હતો ઉપરાંત પરિવારની યુવતીની શારીરિક છેડતી પણ કરી હતી.નવ લોકોએ માર મારતા આધેડને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે ૯ લોકો સામે રાયોટિગ અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે.


