અમદાવાદ
અમદાવાદ શહેરમાં બેફામ બનેલા ડમ્પરની અડફેટે પોલીસકર્મીએ જીવ ગુમાવવો પડ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં આવેલા ફાટક પાસે બુલેટ લઈને પસાર થઈ રહેલા પોલીસકર્મીને ડમ્પરે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ જવાન ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણાસર ફાટક નજીક અકસ્માતમાં પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર જવાનનું નામ રોહનસિંહ રાઠોડ હતું. મૃત્યુ બાદ પોલીસ જવાનના મૃતદેહને તેના ખાતે વતન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. રોહનસિંહ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીનું બમ્પરની અડફેટે મોત નીપજ્યું હતું. તેઓ બાઇક લઈને જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે જી. ડીવીઝન ટ્રાફિક પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.