Gujarat

અમદાવાદમાં પોલીસ હવે રખડતા ઢોર પકડવા એએમસીની ટીમને મદદ કરશે

અમદાવાદ
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે હાઈકોર્ટના કડક નિર્દેષો બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા રખડતા ઢોરને લઈ એક સપ્તાહની ડ્રાઈવ યોજવામાં આવી છે.જેમાં પોલીસની ટીમ એએમસીના અધિકારીઓની મદદમાં રહીને રખડતાં ઢોર પકડશે. જાે કોઈ કામગીરી દરમિયાન હૂમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં રસ્તા પર ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી કરવી અને ઢોરના કારણે થતી મુશ્કેલીઓના સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા એક સપ્તાહની એક્શન ડ્રાઈવ યોજવામાં આવી છે. રખડતા ઢોરોના અડફેટે આવતા નાગરિકોના આકસ્મિક મૃત્યુ બાદ અમદાવાદ શહેર પોલીસ એકશનમાં આવી છે. હવે પોલીસ રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરશે. જે મુદ્દાના નિર્દેશ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે જાહેર કર્યા છે. આજથી ૧૭ ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે.જેમાં પકડાયેલા ઢોર, વસુલેલ દંડ, દાખલ કરાયેલ એફઆઈઆર, ઘાસચારાનું વેચાણ કરતા ઈસમો, જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો, ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલાનો બનાવ વગેરેની વિગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી મોકલાશે. આ કામ માટે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર અને એસીપી ફિલ્ડમાં ઉતરશે. જ્યારે ડીસીપી સુપરવિઝન કરશે. આ કાર્યમાં નિષ્કાળજી બદલ પીઆઈ જવાબદાર ગણાશે. જ્યારે કામગીરીનો રિપોર્ટ પોલીસ ઇન્સ્પેકટરે ડીસીપી ને મોકલવાનો રહેશે. આ સમગ્ર અહેવાલ દરરોજ એડિશનલ ડીસીપી કચેરી ખાતે મોકલાશે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *