Gujarat

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી-૨૦૨૨નું લોન્ચિંગ કર્યુ

સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી-૨૦૨૨નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સિનેમેટિક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો રાજ્યમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના ૧૦૨૨ કરોડના એમઓયુ કરાયા છે. જેમાં અજય દેવગણે પણ ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો, વ્યસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ ર્નિભર ગુજરાતના નિર્માણથી આત્મ ર્નિભર ભારત માટે આ પોલિસી ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે.આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે. તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ. ૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા. આ સિનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ છે. ગુજરાત સરકારે સિનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર કરી તેની મને ખુશી છે. અહીંની સંસ્કૃતિ, વિસ્તારો અને વિવિધ ગુજરાતી વાનગીઓ મને આકર્ષે છે. અહીંના લોકોનો પ્રેમ પણ ખૂબ સારો મળ્યો છે. હું ગુજરાત સાથે વર્ષોથી જાેડાયેલો છું. આ પોલિસીના માધ્યમથી ફિલ્મ જગતને સારો સહકાર મળી રહેશે. એ ગુજરાતમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ સિનેમેટિક ટુરિઝમ પોલિસી ગુજરાતના પર્યટનને આગળ વધારવામાં ખૂબ મહત્વની બની રહેશે. તથા આ પોલિસીથી ગુજરાતમાં રોજગારી ઉત્પન્ન થશે. ગુજરાત આગામી દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સિનેમાના પડદે દર્શાવતું સ્થળ લોકોને યાદ રહી જાય છે અને બાદમાં તે ટુરિઝમ સ્પોટ બની જાય છે. દેશ-વિદેશના આવા અનેક સ્થળોનો પરિચય આપણને મુવીમાંથી મળે છે. ગુજરાતમાં કચ્છનું સફેદ રણ, શિવરાજપુર બીચ જેવા અનેક સ્થળો છે જ્યાં શૂટિંગ સ્પોટ બની શકે તેવી વ્યાપક તકો છે. તેમણે સિનેમેટિક ટુરિઝમ પોલિસી થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં શૂટિંગની તકો વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને તખ્તાના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જાેષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા ગણમાન્ય આમંત્રિતો આ લોન્ચિંગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સિનેમેટિક ટુરિઝમ પોલિસીની જાણકારી આપતી શોર્ટફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ટુરિઝમ વિભાગના કમિશનર અને એમડી આલોક કુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા લોકોનો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *