Gujarat

અમદાવાદમાં યુવતીની છેડતી કરતા સમજાવવા જતા મારપીટ કરી આરોપી ફરાર

અમદાવાદ
અમદાવાદ શહેરમાં સરદારનગરમાં રહેતી યુવતી નોકરી પુરી કરીને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન કેટલાક તત્વોએ તેનો દુપટ્ટો ખેંચીને મોબાઈલ નંબર માંગ્યો હતો. તેણે યુવતીને જાહેરમાં છેડતી કરવાનું ચાલું રાખ્યું હતું. યુવતીએ તેના શેઠને ફોન કરીને બોલાવ્યા બાદમાં આ છેડતી કરનાર યુવક અને તેનો મિત્ર બંને યુવતીના શેઠ અને તેના ભાઈ સાથે ઝગડો કરીને મારઝૂડ કરી ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. આ અંગે એરપોર્ટ પોલીસે બંને વિરૂદ્ધ છેડતી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગરમાં ગારમેન્ટનું કારખાનું ચલાવતાં કારખાનેદારને ત્યાં ૨૦ વર્ષની યુવતી કામ કરે છે. નોકરી પરથી કામ પૂર્ણ કરીને કારખાનેદારે તેમના ભાઈને આ યુવતીને તેના ઘરે મુકવા માટે મોકલ્યો હતો. કારખાનેદારને તેમના દીકરાએ ફોન કરીને કહ્યું હતું કે, જાેગણીમાતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ભીલવાસમાં રહેતો કાલી ગોવિંદ ભીલ ત્યાં આવ્યો હતો અને યુવતીનો દુપટ્ટો ખેંચીને તારો મોબાઈલ નંબર આપ કહીને છેડતી કરતો હતો. જેથી કાલીને આ શું કરો છો કહેતાં જ યુવતીને મુકવા જઈ રહેલા યુવકને કાલીએ લાફો માર્યો હતો. આ દરમિયાન કારખાનેદાર અને તેમનો ભાઈ ત્યાં પહોંચ્યા હતાં. તેમણે કાલી ગોવિંદ અને અન્ય યુવકને સમજાવ્યા હતાં.આ દરમિયાન બંને જણા ઉશ્કેરાઈ ગયાં હતા અને ગાળો બોલીને મારઝૂડ કરવા માંડ્યા હતાં.આ ઉપરાંત કારખાનેદારની પત્નીએ પહેરેલું સોનાનું મંગળસુત્ર ખેંસીને ફરાર થઈ ગયાં હતાં. આ અંગે કારખાનેદારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *