અમદાવાદ
અમદાવાદના વાડજમાં રહેતી યુવતી નોકરી કરે છે યુવતીના બ્લોકમાં રહેતો રૂષભ ગોસ્વામી ત્રણ ચાર દિવસથી યુવતી ઘરની બહાર નીકળે ત્યારે તેનો પીછો કરતો હતો. રૂષભ યુવતીને રોકીને જાતીય માંગણી કરતો અને હેરાન કરતો જયારે યુવતીએ ના પડી ત્યારે યુવકે કહ્યું કે, ‘હું આત્મહત્યા કરી લઈશ અને તારા મમ્મી પપ્પાનું નામ લખી દઈશ’.જેથી આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજી કરતા રૂષભ ઉશ્કેરાયો હતો અને યુવતીના ઘર પાસે જઈને યુવતી એકલી હતી ત્યારે જાતીય માંગણી કરી ઉતેજન આપે તેવા બીભત્સ શબ્દો બોલવા લાગ્યો હતો જેથી યુવતીએ પોલીસને જાણ કરવાનું ત્યાંથી નાસી ગયો હતો જાેકે યુવતીએ આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં રૂષભ વિરુધમાં ફરિયાદ નોધાવી છે. અલગ અલગ શહેરોમાં જઈને અજાણ્યા લોકો પાસેથી દાગીના લઈને તેમને પૈસાનું બંડલ આપવાનું કહીને કાગળનું બંડલ આપીને નાસી જતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીના અન્ય સાગરિત ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નહેરુનગર પાસેથી સુનીલ સોલંકીની ધરપકડ કરી હતી. આરોપી અને તેના સાગરિત પૂનમ રાઠોડ રાણીપ વિસ્તારમાં એક માણસને રૂપિયાના બંડલો છે તેમ કહીને વિશ્વાસમાં લઈને સોનાની ચેન મેળવી લીધી હતી. આમ કાગળના બંડલ આપીને લોકો સાથે છેતરપીંડી કરતા હતા. પકડાયેલ આરોપી અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનામાં પકડાયેલ છે. અત્યારે રાણીપ સિવાય અન્ય ક્યાં વિસ્તારમાં આ રીતે છેતરપીંડી કરી છે તે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
