Gujarat

અમદાવાદમાં સિનીયર સીટીઝનનું મકાન પચાવી પાડવા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુનો નોંધાયો

અમદાવાદ
સરખેજમાં ૭૯ વર્ષના કૈલાશ ચંદ્ર અગ્રવાલ આઝાદ નગર સોસાયટીમાં રહે છે. તેમને ગુજરાન ચલાવવા ૮ વર્ષ પહેભાળું આપવાનું બંધ કરી દીધી હતું. ગૌતમ વાણીયા અને બિંદીયા વાણીયા નામના દંપતીને મકાન ભાડે આપ્યું હતું. ગત વર્ષે જાન્યુઆરીમાં કૈલાશભીના પત્ની ગુજરી ગયા હતા. જે બાદ ભાડુઆત ગૌતમ અને તેની પત્નીએ ભાળું આપવાનું બંધ કરી દીધી હતું. ભાડાની રકમ ના આપતા કૈલાશભાઈએ મકાન માલિક ખાલી કરવા કહ્યું હતું. ભાડુ માંગતા ગૌતમ વાણીયાએ મકાન માલિક કૈલાશભાઈને ધમકી આપી હતી કે, ખોટા કેસમાં ફસાવી દઈશ. થોડા સમય પહેલા ગૌતમ વાણીયાએ કૈલાશભાઈને તેમના જ મકાનમાંથી કાઢી મુક્યા હતા. જે મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ફરિયાદ થાય તે માટે કૈલાશ ભાઈએ કલેકટર ઓફીસ અરજી કરી હતી. જે અરજીની તપાસ કરીને ખરાઈ થતા કૈલાશભાઈએ ગૌતન વાણીયા અને બિંદીયા વાણીય વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોધાવી છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.શહેરમાં વૃદ્ધે મકાન ભાડે આપ્યું હતું, મકાનનો ઉપરના માળે રહેતા ભાડુઆત ભાળું ના આપતા મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા ભાડુઆતે મકાન માલિકને ખોટા કેસમ ફસાવવાની ધમકી આપીને મકાન પચાવી પાડી મકાન માલિકને કાઢી મુક્યા હતા. જે મામલે મકાન માલિકે સરખેજ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *