Gujarat

અમદાવાદમાં ૬.૭ લાખના એમડી ડ્રગ્સ સાથે ૧ની ધરપકડ

અમદાવાદ
અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે એએમસીના પાર્કીંગની દિવાલ પાસે રેડ કરીને મહંમદ ફારૂક ઉર્ફે લાલાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૬.૭ લાખ રૂપિયાની કિંમતનું ૬૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કાર સહિત રૂ.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, પટવા શેરીના જાવેદશા નામના વ્યક્તિ પાસેથી તેણે ડ્રગ્સ લીધું હતું. આ ડ્રગ્સનું યુવાધનમાં છૂટક વેચાણ કરવાનો હતો. હાલમાં આ સમગ્ર મામલે એસ.ઓ.જીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમનું ભવિષ્ય બરબાદ કરવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના સીટીએમ ચાર રસ્તા પાસેથી એસઓજીની ટીમે રૂ.૬.૭ લાખની કિંમતનું ૬૦ ગ્રામ પ્રતિબંધિત એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરી છે.

MD-drugs-worth-Rs-6.7-lakh-were-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *