Gujarat

અમરેલી 108 દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

તારીખ ૨૦/૧૦/૨૨ના રોજ અમરેલી જિલ્લાના અમરેલી શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ ના દરવાજા પાસે મારામારી થયેલ જેમાં ગેલભાઈ ખોડાભાઇ બતડા ઉંમર વર્ષ ૪૦ રહેવાસી ગામ સાજીયવદર ને ગંભીર ઇજા થયેલ, ૧૦૮ નો સંપર્ક કરેલ ગણતરી ની સેકંડ મા જ નજીક ની અમરેલી ૧૦૮ ને કેસ મળતા જ ૧૦૮ ના ફરજ પરના ઈ એમ ટી સાગર મકવાણા દ્વારા ફોન પર વાત કરી દર્દી ની પરિસ્થિતિ વિશે વાત કરી જરૂરી સુચના આપી સ્થળ પર પહોંચ્યા હતા સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ કે દર્દી અર્ધબેભાન અવસ્થા માં છે તરત જ જરૂરી સ્ટ્રેચર નો ઉપયોગ કરી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી જરૂરી સારવાર તેમજ ઓકસીજન આપી સરકારી હોસ્પિટલ  અમરેલી ખાતે લઇ જવાયા હતા  એમ્બ્યુલન્સ માં સારવાર  દરમિયાન દર્દી ની ઓળખ માટે તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દીના હાથમાં ચાંદીનું કડું અંદાજિત રુ.૪૦૦૦૦/-, બે એનરોઇડ મોબાઈલ અંદાજિત રુ. ૨૦૦૦૦/- , મળી ટોટલ અંદાજિત રુ ૬૦૦૦૦/-  પાસે હતા તે તેમના સગા સબંધી લાલાભાઈ બતાડા ને  ફરજ પરના ઈ એમ ટી સાગર અને પાઇલોટ યોગેશભાઈ એ સહી સલામત પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221021-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *