Gujarat

અમરેલી કલેકટર કચેરીમાં વોટર કુલર બંધ થતા અરજદારો પરેશાન

અમરેલી
અમરેલી કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં વોટર કુલર તમામ બંધ છે. ફસ્ટ ફ્લોર નું માત્ર ૧ વોટર કુલર ચાલુ છે. જ્યાં કલેકટર સહિત ડેપ્યુટી કલેકટરની ચેમ્બરો અને ઉચ્ચ અધિકારીઓની અવર જવર છે. સેકન્ડ ફ્લોરમા, પણ એક વોટર કુલર ચાલુ છે. જ્યારે મહત્વની વાત એ છે જ્યાં અરજદારોની સતર અવર જવર હોય છે આમ જનતા સામાન્ય નાગરિક આવતા હોય છે જ્યાં પીવા માટેની પાણીની વ્યવસ્થા છે નહીં જેના કારણે અરજદારો પાણી વગર ભારે પરેશાની ભોગવી રહ્યા છે.અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર જન સેવા કેન્દ્ર, પાસ કુપન ઓફિસ, તમામ મામલતદાર કચેરીઓ, એટીવીટી સહિતની કચેરીઓ આવેલી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જ અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણીના કુલર બંધ પડી જતાં અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Annoying-applicants-closing-water-coolers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *