Gujarat

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૩૦ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે

ભરત ગંગદેવ

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ કશીશ જોબ પ્લેસમેન્ટ સર્વિસ બોટાદ માટે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. ૧૮-૪૦ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૮ પાસ  શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે.  રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ  https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *