Gujarat

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૧ જુલાઈએ ભરતી મેળો યોજાશે

ગિરગઢડા

 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૧ જુલાઈ૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરીપ્રથમ માળસી-બ્લોકબહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. કેન્દ્ર સરકારના એકમ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક માટે નિયત કરારથી બિઝનેસ કોરોસ્પોન્ડ્સની જગ્યા માટે ૧૮ થી ૭૫ વર્ષની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરીઅમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવોતેમ જિલ્લા રોજગાર અધિકારી  ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *