ગુન્હાની વિગતઃ-
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઇ વાડદોરીયા, ઉં.વ.૭૨ પોતાના પત્ની નબુબેન, ઉં.વ.૬૮ સાથે એકલા રહેતા હતાં અને ખેતી કરતાં હતાં. ગઈ તા.૧૩/૦૯/૨૦૨૨ ના રાત્રિ દરમિયાન કોઇ પણ સમયે અજાણ્યા ત્રણ આરોપીઓએ લખમણભાઇના ઘરમાં ચોરી/લુંટ કરવાના ઇરાદે પ્રવેશ કરેલ, આ દરમિયાનમાં લખમણભાઇ તથા તેમના પત્ની નબુબેન જાગી જતાં, આરોપીઓએ લખમણભાઇ તથા તેમના પત્નીને લાકડાના ધોકાઓ વડે માથામાં અને શરીરે આડેધડ માર મારી, લખમણભાઇનું સ્થળ પર મોત નિપજાવી, નબુબેનને મરણતોલ ઇજાઓ કરી, તેમના ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોનાના દાગીના તથા ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં. GJ-14-AH-6990, ની લુંટ કરી નાસી ગયેલ. જે અંગે લખમણભાઇના દીકરા નરેશભાઇ લખમણભાઇ વાડદોરીયા, રહે.નાના રાજકોટ, હાલ સુરત વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં લીલીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૫૨૨૦૪૬૭/૨૦૨૨, આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૦૭, ૪૪૯, ૩૯૨, ૩૯૪, ૩૯૭, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ.
અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી., લીલીયા તથા ધારી પો.સ્ટે.ની પોલીસ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને ચેક કરવામાં આવેલ. ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર દંપતીના સગા સબંધીઓની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ. અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. આરોપીઓ ગુનાને અંજામ આપી, નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી. ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ. આ ગુનાના શકમંદ ઇસમોની તપાસ કરતાં (૧) ટીપુ કનીયાભાઇ ઉર્ફે કનુભાઇ બામણીયા, ઉં.વ.૨૨, રહે.ગામ રૈયાવણ, પટેલ ફળીયુ, સરકારી વાખાનાની બાજમાં, તા.ધાનપુર, તા.જિ.દાહોદ, હાલ રહે.ઓટાળા, તા.ટંકારા, જિ.મોરબી વાળાને ઇસમને ગામ- રૈયાવણ, તા.ધાનપુર, જિ.દાહોદ તથા (૨) પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરૂજી રાવત, ઉ.વ.૨૫, રહે.ગામ મુળ જેતપુર, કાસલા ફળીયા, હેન્ડપમ્પની બાજુમાં, તા.લીમખેડા, જિ.દાહોદ, હાલ રહે.બાંડીબાર, ગડા ફળીયુ, તા.લીમખેડા, જિ.દાહોદ, હાલ રહે.બલદાણા, તા.વઢવાણ, જિ.સુરેન્દ્રનગર વાળાને ગામ- બલદાણા, તા.વઢવાણ, જિ.સુરેન્દ્રનગરથી રાઉન્ડ અપ કરી, તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ પુનીયા સવલાભાઇ ગણાવા રહે.કાંટુ, તા.ધાનપુર, જિ.દાહોદ વાળા સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન, લુંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ખુન અને લુંટના ગુનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહદબરી હેઠળ
એલ.સી.બી. ટીમે બાતમી હકિકત આધારે ગુજરાત ભરના અલગ અલગ જિલ્લાઓના ૨૧ ગુનાઓમાં સંડોવાયેલ તેમજ લુંટ, ધાડના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી પુનીયા સવલાભાઇ ગણાવાને પકડી પાડી, તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.પકડાયેલ આરોપીની વિગતઃ-
પુનીયો ઉર્ફે પુનો ઉર્ફે બુસો ઉર્ફે જાડીયો સવલા ગણાવા, ઉ.વ. ૩૨, રહે. મુળ રૈયાવણ, નદી ફળીયું, તા.ધાનપુર, જિ.દાહોદ હાલ રહે.કાંટુ, નિશાળ ફળીયુ, તા.ધાનપુર, જિ.દાહોદ,
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
સોનાની લગડી આશરે વજન ૯૦ ગ્રામ, કિં.રૂ.૪,૦૦,૦૦૦/-
પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ- પકડાયેલ આરોપી પુનીયો ઉર્ફે પુનો ઉર્ફે બુસો ઉર્ફે જાડીયો સવલા ગણાવા, વાળાની પુછ પરછ કરતા નીચે મુજબના ગુનાઓમાં પકડવાનો બાકી હોવાની હકીકત જણાવે છે .
(૧) આજથી આશરે અગીયારેક માસ પહેલા પુનીયા સવલા ગણાવા તથા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ જોરીયાભાઈ ઉર્ફે જોરસીંગ વહુનીયા, રહે.પાનમ, તા.ધાનપુર, જિ.દાહોદ તથા નરૂ કાળીયાભાઇ પરમાર, રહે.ભાનપુર, તા.ધાનપુર, જિ.દાહોદ વાળાઓ સાથે મળીને રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મોટાવડા ગામે એક મહિલા અને તેના દીકરાને માર મારી, સોનાના ઘરેણા તથા રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- ની લુંટ કરેલ હતી. જે અંગે ખરાઇ કરતાં રાજકોટ ગ્રામ્ય લોધિકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૩૦૨૨૦૦૧૩/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૫૦૬(૨), ૪૫૦, ૩૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. જે ગુનામાં પુનીયા સવલા ગણાવાને અટક કરવાનો બાકીમાં છે.
(ર) ઉપરોક્ત બનાવના એકાદ મહિના બાદ પુનીયા સવલા ગણાવા તથા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા, રહે.પાનમ, તા.ધાનપુર, જિ.દાહોદ તથા નરૂ કાળીયાભાઈ પરમાર, રહે.ભાનપુર, તા.ધાનપુર, જિ.દાહોદ તથા દિનેશભાઈ નરશુભાઇ પરમાર, રહે.પીપરગોટા, તા.ધાનપુર, જિ.દાહોદ તથા કમલેશભાઇ જાલમભાઇ વાખળા, રહે.પીપરગોટા, તા.ધાનપુર, જિ.દાહોદ એ રીતેનાઓએ સાથે મળીને રાજ્કોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામની સીમમાં આવેલ એક મકાનમાં અગાશીમાંથી ઘરમાં ઉતરી, એક ભાભાને માર મારી, સોનાની બુટી તથા રોકડા આશરે રૂ.૧,૧૦,૦૦૦/- તથા મોબાઇલ ફોનની લુંટ કરેલ હતી, જે અંગે ખરાઇ કરતાં રાજકોટ ગ્રામ્ય કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર,નં. ૧૧૨૧૩૦૩૦૨૬૨૨૦૦૫૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૪૫૦, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. જે ગુનામાં પુનીયા સવલા ગણાવાને અટક કરવાનો બાકીમાં છે.
(૩) આજથી આશરે બાર-તેર મહિના પહેલા પુનીયા સવલા ગણાવાએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે છાપરી ફળીયામાં એક મકાનમાં બાકોરૂ પાડી, વરસન મગન પરમાર, પ્રવિણ ઉર્ફે પવલા નારસીંગ પરમાર, પારસીંગ ઉર્ફે પારૂ જોરીયા પરમાર, મુકેશ બગાભાઈ પરમાર તથા નરૂ કાળીયા પરમાર સાથે મળીને રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના અને મોબાઇલ ફોનની લુંટ કરેલ, જે અંગે ખરાઇ કરતાં દાહોદ જિલ્લો ધાનપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૮૨૧૦૧૪૨૧૦૬૨૧/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૫૦૬(૨) મુજબનો ગુનો રજી. થયેલ છે. જે ગુનામાં પુનીયા સવલા ગણાવાને અટક કરવાનો બાકીમાં છે. આ ઉપરાંત પુનીયા સવલા ગણાવાની પુછપરછ દરમ્યાન તેણે નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની
કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે એકાદ વર્ષ પહેલા વડગામથી અંબાજી તરફ જવાના રોડ ઉપર આવેલ એક ગામ કે જેનું નામ પોતાને આવડતું નથી, તે ગામે પુનીયા સવલા ગણાવા તથા ટીપુ કનીયાભાઈ બામણીયાએ એક દુકાનના શટર
તોડી, રોકડ રકમ તથા લાડુની ચોરી કરેલ, (૨) આજથી આશરે એકાદ વર્ષ પહેલા પુનીયા સવલા ગણાવા તથા પારૂ જોરીયા વોહનીયા, રહે.પાનમ, તા.ધાનપુર વાળાએ ભરૂચના ઝઘડીયાથી આગળ આવેલ રાજપારડી ગામે ભાલદ રોડ ઉપર રેલવે ફાટક પાસે આવેલ એક સોના-ચાંદીની દુકાનના પતરા ખેસવી, ચોરી કરવાની કોશિષ કરેલ,
(૩) આજથી આશરે એકાદ વર્ષ પહેલા પુનીયા સવલા ગણાવા તથા પારૂ જોરીયા વોહનીયા, રહે.પાનમ,
તા.ધાનપુર વાળાએ જામનગરના લાલપુર તાલુકાના રામપર ગામે એક દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરેલ હતી. (૪) આજથી આશરે એકાદ વર્ષ પહેલા પુનીયા સવલા ગણાવા તથા પારૂ જોરીયા વોહનીયા, રહે.પાનમ, તા.ધાનપુર વાળાએ ગોંડલ ખાતે મોવયા રોડ પર આવેલ રૈયાણીનગરમાં એક બંધ મકાન તોડી ચોરી કરવાની કોશિષ કરેલ.
(૫) આશરે દોઢેક વર્ષ પહેલા પુનીયા સવલા ગણાવા તથા પારૂ જોરીયા વોહનીયા, રહે.પાનમ, તા.ધાનપુર વાળાએ ખેડામાં શાંતિનગર વિસ્તારમાં ટાવરની પાસે આવેલ એક મકાનમાં રાત્રે ચોરી કરવાની કોશિષ કરેલ હતી. તે
જ રાત્રે ત્યાંથી થોડે દુર આવેલ બીજા એક મકાનમાં પણ ચોરી કરવાની કોશિષ કરેલ હતી. મજકુર આરોપીના નીચે મુજબની કોર્ટના પકડ વોરંટ ઇસ્યુ થયેલ છે.
(૧) નામ.એડી.સેશન્સ કોર્ટ, ધોળકાના સે.કે.નંબર ૪૦/૨૦૨૧,ઇ.પી.કો. કલમ ૩૯૭, ૩૯૫, ૪૫૨, ૪૦૨(૨) નામ.એડી.ચીફ કોર્ટ, લીમખેડાના ફો.કે.નંબર ૯૭૬/૨૦૨૨,ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૩) નામ.ઍડી.ચીફ કોર્ટ, લીમખેડાના ફો.કે.નંબર૯૭૮/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૪૨૯, ૩૮૦ (૪) નામ.જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ, લીમખેડાના ફો.કે.નંબર ૭૯૪/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૪
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ- પકડાયેલ આરોપી પુનીચો ઉર્ફે પુનો ઉર્ફે બુસો ઉર્ફે જાડીયો સવલા ગણાવા વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) ગોધરા ટાઉન પો.સ્ટે. જિ.પંચમહાલ ફ, ગુ.ર.નં. ૧૬૨/૨૦૦૯, ઇ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪ મુજબ.
(૨) ગોધરા તાલુકા પો.સ્ટે. જિ,પંચમહાલ ફ. ગુ.ર.નં. ૧૯૯/૨૦૧૨,ઇ.પી.કો. કલમ ૩૯૫, ૪૧૧ મુજબ,
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. જિ.પંચમહાલ ફ. ગુ.ર.નં. ૨૦૧/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૪૧૧ મુજબ. (૪) ગોધરા તાલુકા પો.સ્ટે. જિ.પંચમહાલ ફ. ગુ.ર.નં. ૨૦૨/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૪૧૧ મુજબ,
(૫) લીમખેડા પો.સ્ટે. જિ.દાહોદ ફ. ગુ.ર.નં. ૯/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ મુજબ. ઇ.પી.કો. ક્લમ ૩૯૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫એબી મુજબ. (૩) માતર પો.સ્ટે. જિ.ખેડા ફ. ગુ.ર.નં. ૨૦/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ તથા આર્મ્સ એકટ કલમ ૨૫
મુજબ. (૭) માતર પો.સ્ટે, જિ.ખેડા સે. ગુ.ર.નં. ૩૦/૨૦૧૩, આર્મ્સ એકટ કલમ ૨૫ મુજબ,
(૮) લીંબાચી પો.સ્ટે. જિ.ખેડા ફ. ગુ.ર.નં. ૦૪/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭, આર્મ્સ એક્ટ ક્લમ
૨૫(૧)સી, ૨૭(એ)(૧) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ. (૯) ગોધરા તાલુકા પો.સ્ટે. જિ.પંચમહાલ ફ. ગુ.ર.નં. ૧૨૩/૨૦૧૩,ઇ.પી.કો. કલમ ૩૯૪ મુજબ.
(૧૦) કોથ પો.સ્ટે. જિ.અમદાવાદફ. ગુ.ર.નં. ૬૦/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૯૭, ૩૯૫, ૪૫૨, ૪૦૨ મુજબ,
(૧૧) ધાનપુર પો.સ્ટે. જિ.દાહોદફ, ગુ.ર.નં. ૬૩/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ.
(૧૨) દેવગઢ બારીયા પો.સ્ટે. જિ.દાહોદ ફ. ગુ.ર.નં. ૧૪૫/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૬, ૩૯૭ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(બી)(એ), ૨૭ મુજબ, (૧૩) દેવગઢ બારીયા પો.સ્ટે. જિ.દાહોદફ. ગુ.ર.નં. ૩૧/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ મુજબ.
(૧૪) ધાનપુર પો.સ્ટે. જિ.દાહોદફ. ગુ.ર.નં. ૨૦૨/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૪૧૧ મુજબ. (૧૫) રાજગઢ પો.સ્ટે. જિ.પંચમહાલ ફ. ગુ.ર.નં. ૧૨૫/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૩૯૫ મુજબ.
(૧૬) લીમખેડા પો.સ્ટે. જિ.દાહોદફ. ગુ.ર.નં. ૧૨૧/૨૦૧૯, ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ મુજબ.
(૧૭) લીમખેડા પો.સ્ટે. જિ.દાહોદફ. ગુ.ર.નં. ૮૫/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ. (૧૮) લીમખેડા પો.સ્ટે. જિ.દાહોદફ. ગુ.ર.નં. ૧૧૨/૨૦૧૯,ઇ.પી.કો. કલમ ૪૨૯, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૧૯) ધાનપુર પો.સ્ટે. જિ.દાહોદ ગુ.ર.નં. ૧૧૮૨૧૦૧૪૨૧૦૬૩૧/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૫૦૬(૨) મુજબ.
(૨૦) લોધિકા પો.સ્ટે. જિ. રાજકોટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૩૦૨૨૦૦૧૩/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૫૦૬(૨), ૪૫૦, ૩૪ મુજબ
(૨૧) કોટડા સાંગાણી પો.સ્ટે. જિ.રાજકોટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૩૦૨૬૨૨૦૦૫૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૪૫૦, ૧૧૪ મુજબ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મનીષભાઇ જોષી, પો.કોન્સ. ભાવીનગીરી ગૌસ્વામી, સલીમભાઇ ભટ્ટી, નિકુલસિંહ રાઠોડ, વિનુભાઇ બારૈયા, ગોકળભાઇ કળોતરા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારકાસ, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી