સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–અમરેલી જીલ્લાના સાવરકુંડલા મધ્યમાં પસાર થતા રોડ રસ્તાઓ ખુબજ ખરાબ અને બિસ્માર હાલતમાં છે.જે રોડ અંગે કોની જવાબદારી તે એક મોટા સવાલ છે. લોકો આ પ્રશ્ને કોને રજૂઆત કરવી તે એક ચિંતાનો વિષય બનેલ છે.આ રોડની ફરિયાદ કરવી તો કોને કરવી? અને તેમાં કોની જવાબદારી તે નક્કી થતું નથી. જેથી લોકો દ્વિધામાં મુકાયા છે આની રાવ ચીફ ઓફિસરને કરવી? કે નગરપાલિકાના પ્રમુખને કરવી?, અમરેલી સાંસદશ્રીને કરવી? કે ધારાસભ્યશ્રીને કરવી? કે તે નક્કી થતું નથી..!!! ત્યારે સાવરકુંડલાની આમ જનતા, નાના મોટા વાહન ચાલકો, મુસાફરો હેરાન થઇ રહ્યા છે. પણ જવાબદાર તંત્રના પેટમાં પાણી હલતું નથી, આ રોડ રસ્તા મગર મચ્છની પીઠ જેવા બની ગયેલ છે.!!! લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અમરેલી જીલ્લા કોંગ્રેસ ઉપ-પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક દ્વારા આ વેધક સવાલ ઉઠાવ્યો છે. અને કટાક્ષ કરેલ છે કે, છેલ્લે ભગવાન ભરોસે ચાલતા વહીવટ તંત્ર લોકોની વ્હારે નથી તો હે પ્રભુ તું લોકોનેની વ્હારે આવીને સાવરકુંડલાની જનતાને આ રોડ પર ચાલવાની હિંમત આપજે.

