Gujarat

અમરેલી જીલ્લામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે શરૂ થઈ ક્ષમાયાચના પર્વની શરૂઆત. ક્ષમા આપતાં કે ક્ષમા માંગતા હૈયાનો ભાર હળવો થાય છે. એમ કહેવાય છે કે ક્ષમા વીરસ્ય ભૂષણંમ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ચૂંટણીની મૌસમ પૂર્ણ થતાં હવે થયો ક્ષમા પર્વનો પ્રારંભ.. ચૂંટણી આમ તો જંગ જ કહેવાય અને કહેવાય પણ છે કે એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર. એટલે ચૂંટણી મહાપર્વ દરમિયાન મતદાન પૂર્ણ થયાં સુધી તમામ રાજકીય પક્ષો કે અપક્ષો પણ એકબીજા પર વાકપ્રહાર કરતાં હોય છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ, ખુલાસા જેવા માધ્યમો દ્વારા જાહેર સભા હોય કે પ્રેસ કોન્ફરન્સમાં દરેક ઉમેદવારને પોતાની વિચારધારા વ્યક્ત કરતાં જોવા મળ્યાં . જો કે આ વખતે સરેરાશ નેગેટિવ પ્રચાર આક્રમણ જવલ્લે જ જોવા મળ્યું.. અરે ઘણીવખત તો પ્રતિસ્પર્ધી ઉમેદવારો સામસામે હાથ મિલાવતાં, શુભેચ્છા પાઠવતાં કે સાથે બેસીને ચાની ચૂસ્કી લેતાં પણ જોવા મળ્યાં.. પરંતુ હવે જ્યારે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે અમરેલી જિલ્લામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં શરૂ થયું ક્ષમા યાચના પર્વ. આમ ગણીએ તો ઉમેદવારો માટે પણ વિચારધારાની લડાઈ જ હોય છે કોઈ વ્યક્તિગત વિરોધ કે વાંધાવચકા હોતા નથી.. અને આમ પણ સૌએ આ ધરાતલ પર જ રહેવાનું છે.. એટલે ક્ષમાયાચના દ્વારા મનને હળવું કરવું પણ જોઈએ.. જો કે ઘણી વખત આમજનતામાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વૈમનસ્ય પણ થતું હોય છે. પરંતુ ક્ષમાયાચના દ્વારા મનને હળવું ફૂલ બનાવી ફરી પાછું જીવનને ધબકતું કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.. બાકી રાજનીતિ એના સ્થાને અને સામાજિક વહેવાર એના સ્થાને.. જીવન હૈ કભી ડરના નહીં.. હિલમિલકર રહેને સે જીવન કી રેખા લંબી હો જાતી હૈ.. કહે છે ને કે ક્ષમે ના વેર વેરથી. વેરના વળામણાં કરવા માટે પણ ક્ષમાયાચના સર્વોત્તમ માર્ગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *