Gujarat

અમરેલી ટાઉનમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૯૫ મળી કુલ.કિં.રૂ.૩૧૫૮૦/- નો પ્રોહી.મુદ્દામાલ પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૩૩૬ પ્રોહી ક.૬૫(એ)(એ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજનો ગુન્હો રજી.થયેલ હોય અને આ ગુન્હાના કામે આરોપી (૦૧) રાજેશભાઇ પ્રાગજીભાઇ દેથલીયા ઉ.વ.૪૫ ધંધો.ફોટોગ્રાફી રહે.ઇશ્વરીયા તા.જી.અમરેલી તથા નં.(૦૨) અજીમભાઇ અફજલભાઇ બ્લોચ ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે.અમરેલી,મીની કસ્બાવાડ તા.જી.અમરેલી વાળાઓને ધોરણસર અટક કરી હે.ચીફ જ્યુડી.મેજી.સા.અમરેલીનાઓ દ્વારા દિન-૦૧ ના પોલીસ રિમાન્ડ મંજુર થયેલ હોય અને પોલીસ રિમાન્ડ દરમ્યાન હો.નં.(૦૨) અજીમભાઇ અફજલભાઇ બ્લોચ ઉ.વ.૩ર ધંધો.વેપાર રહે.અમરેલી,મીની કસ્બાવાડ તા.જી.અમરેલી વાળાની પુછપરછ દરમ્યાન પોતે પોતાના કબ્જા ભોગવટાવાળી દુકાનમાં ભારતીય વિદેશી દારૂનો જથ્થો રાખેલાનું જણાવતો હોય જેથી અમરેલી,જીલ્લા પંચાયત રોડ,મેગા મોલ,શોપીંગ સેન્ટર,પહેલા માળે આવેલ એફ.-૧૨ નંબરની દુકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ-૯૫ કી.રૂ.૩૧૫૮૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ હોય અને સદરહું કામગીરી ઇન્ચા.પોલીસ ઈન્સ.શ્રી એમ.એ.મોરી સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.ડી.બી.પરમાર સા. તથા હેડ કોન્સ. વિક્રમભાઇ જી.ડાભી તથા યુવરાજભાઇ એ.વાળા તથા પો.કોન્સ.પૃથ્વીરાજસિંહ કે.પરમાર તથા ધવલભાઇ ડી.મકવાણા તથા મયુરભાઇ પી.છૈયા તથા ચીરાગભાઇ કે.માટીયા તથા અનીલભાઇ બી.ડાભી તથા અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી,જીલ્લા પંચાયત રોડ,આવેલ મેગામોલ શોપીંગ સેન્ટરના પહેલા માળ ઉપર આવેલ એફ.૧૨ નંબરની દુકાનમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસ રિમાન્ડ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ મુદ્દામાલ*
*(૧) રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૪૭ કી.રૂ.૧૪૧૦૦/ (૨) રોયલ સ્ટેગ બેરલ સીલેક્ટ વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૪ કી.રૂ.૪૯૦૦/
(૩) રોયલ સ્ટેગ ક્લાસીક વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૬ કી.રૂ.૪૮૦૦/ (૪) સિગ્નેચર પ્રિમીયમ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૦ કી.રૂ.૫૫૦૦/ (૫) ઓફીસર ચોઇસ બ્લયુ ૭૫૦ મીલીની બોટલ નંગ-૩ કી.રૂ.૭૮૦/
(૬) મેજીક મોમેન્ટ ૭૫૦ મીલીની બોટલ નંગ-૦૫ કી.રૂ.૧૫૦૦/ જે મળી કુલ-૯૫ બોટલ જેની કુલ કી.રૂ.૩૧૫૮૦/
આમ,પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી,જીલ્લા પંચાયત રોડ,મેગામોલ શોપીંગ સેન્ટર ના પહેલા માળે આવેલ એફ.-૧૨ નંબરની દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૯૫ કિ.રૂ.૩૧,૫૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડવામા અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચા. પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પોલીસ ટીમને સફળતા મળેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220325-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *