ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
આજરોજ સાંજના સમયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલીથી બગસરા જવાના રોડ ઉપર આવેલ બાલાજી હોટેલની પાછળ આવેલ વાડી-ખેતરની નહેરમાં, જાહેર માર્ગમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ચાર ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.
છું જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ
(૧) ફારૂકભાઇ હબીબભાઇ ભાડુલા, ઉં.વ.૪૫, ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.અમરેલી, બહારપરા, તા.જિ.અમરેલી (૨) ભુપતભાઇ કેશુભાઇ પાટડીયા. ઉં.વ.૫૦, ધંધો મજુરી, રહે.અમરેલી, સાવરકુંડલા રોડ, ગોકુલનગર, તા.જિ.અમરેલી, (૩) અનવરભાઇ રસુલભાઇ કુરેશી, ઉં.વ.૩૫. ધંધો,ડ્રાઇવીંગ, રહે,અમરેલી, સંધી સોસાયટી, તા.જિ.અમરેલી, (૪) વિશાલભાઇ શેખરભાઇ શુકલ, ઉં.વ.૩૫, ધંધો.વેપાર, રહે.અમરેલી, ચોરાપા, તા.જિ.અમરેલી
→ પકડાયેલ મુદ્દામાલ
રોકડા રૂ.૨૦,૩૦૦ -/તથા ગંજીપતાનાં પાના નંગ-પર. કિ.રૂ.૦૦-૪ મળી કુલ કિ.રૂા.૨૦,૩૦૦– નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


