ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં પસાર થતી નદીઓના પટ્ટમાંથી રેતી ચોરી કરી પર્યાવરણને નુકશાન કરતાં ઇસમો સામે કાર્યવાહી કરવા ,રેતી ચોરી સદંતર બંધ સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા.૨૪/૦૫/૨૦૨૨ નાં શરૂ રાત્રીના અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન અમરેલી, લીલીયા રોડ, શ્યામ સર્કલ પાસેથી એક ઇસમને ડમ્પરમાં રેતીની ચોરી કરતા પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
* પકડાયેલ આરોપી
સુજીત ધીરૂભાઇ ધાધલ, ઉ.વ.રર, રહે. અમરેલી, સત્યનારાયણ સોસાયટી, તા.જિ.અમરેલી,
* પકડાયેલ મુદ્દામાલઃ
ટ્રક ડમ્પર રજી. નં.જી.જે.૦૩.ડબલ્યુ.૮૭૬૮ કિં.રૂ.૪,૦૦,૦૦૦/- તથા રેતી ૪ ટન કિં.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૦૨,૦૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


