અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયા૨ ) સાથે આંતર રાજ્યનાં એક ઈસમને ઝડપી પાડતી અમરેલી
એસ.ઓ.જી.ટીમ.
શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર રાજ્યમાં અષાઢી બીજનાં તહેવાર નિમીત્તે જગન્નાથજી રથયાત્રા / શોભાયાત્રાઓ નિકળનાર હોય, જેનાં ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે હેતુ થી ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે શ્રી પી.બી.લક્કડ પો.સબ ઈન્સપેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી.અમરેલી તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, મોટા ઓકડીયા ગામના પાટીયા પાસે કુકાવાવ તરફ જવાના રોડ ઉપર એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર (અગ્નિશસ્ત્ર હથિયાર) રાખી ઉભો છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
> પકડાયેલ આરોપી
ભવરસિંહ કૅદુભાઇ વાસ્કલા, ઉવ.૩૪, ધંધો મજુરીકામ, રહે-ઠંડી ફળીયા, બડાગુડા, તા.જોબટ, જી.અલીરાજપુર, (મધ્યપ્રદેશ) હાલ રહે-વાછકપર રણજીતભાઇ ભીખાભાં લવણની વાડીએ તા.ટંકારા,જી.મોરબી. મજકૂર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર)નાં મુદ્દામાલ સાથે
પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને
વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પો.સબ ઈન્સ., ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા, તથા એસ.ઓ.જી.ટીમને દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે આંતર રાજ્યનો એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.



