Gujarat

અમરેલી તાલુકાના પ્રતાપપરા ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ સહિત કુલ કિં.રૂ. ૧૮,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
આજરોજ તા.૦૭/૦૮/૨૦૨૨ ના શરૂ રાત્રિના નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી તાલુકાના પ્રતાપરા ગામે ભીખાભાઇ રામભાઇ માટીયાના રહેણાંક મકાન સામે જાહેર બજારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ નવ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરીઅમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.
*જુગાર રમતા પકડાયેલ ઇસમો*
(૧) મેહુલભાઇ કાનાભાઇ મેવાડા, ઉ.વ.૨૩, રહે.પ્રતાપપરા, તા.જિ.અમરેલી.(ર) રમેશભાઇ બાલાભાઇ જોગસવા, ઉ.વ.૩૦, રહે અમરેલી, ભરવાડપરા, તા.જિ.અમરેલી (૩) યોગેશભાઇ કાંતીભાઇ કુવરીયા, ઉ.વ.૩૨, રહે પ્રતાપપરા તા.જિ.અમરેલી, (૪) લાલજીભાઇ હમીરભાઇ પરમાર, ઉ.વ.૩૬, રહે.પ્રતાપપરા, તા.જિ.અમરેલી, (૫) હરેશભાઇ વિભાભાઇ મેવાડા, ઉ.વ.રર, રહે.પ્રતાપપરા, તા.જિ.અમરેલી. (૬) ગભાભાઇ બાલાભાઈ સાસડા, ઉં.વ.૩૨, રહે પ્રતાપપરા, તા.જિ.અમરેલી. (૭) દેવાભાઇ ઘોહાભાઇ મેવાડા, ઉ.વ.૨૮, રહે. પ્રતાપપરા, તા.જિ.અમરેલી. (૮) ભુરાભાઇ કનુભાઇ મકવાણા, ઉં.વ.૨૯. રહે પ્રતાપપરા, તા.જિ.અમરેલી, (૯) ભુપતભાઇ જાહાભાઇ મેવાડા, ઉ.વ.૩૧, રહે.પ્રતાપપરા, તા.જિ.અમરેલી.
*પકડાયેલ મુદ્દામાલ*
રોકડા રૂ.૧૮,૮૫૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૮,૮૫૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220807-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *