Gujarat

અમરેલી નગરપાલિકા દ્વારા નીતિ વિષયક નિર્ણયો લેવા માટે રજૂઆત

સામાન્ય સભામાં એજન્ડા બહાર પાડી જનરલ બોર્ડમાં ઠરાવ કરવાના હોય છે, પરંતુ અમરેલી પાલિકા દ્વારા ૧૦ માસથી જનરલ બોર્ડ બોલાવવામાં આવેલ ન હોવાથી નીતિ વિષયક નિર્ણય લેવાતા ન હોય તે બાબતે વોર્ડ નં.૭ના કોંગી સદસ્ય સમીર કુરેશીએ પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, અમરેલી પાલિકાની કારોબારી સમિતિમાં ઠરાવ પસાર કરી મંજૂર કરવામાં આવે છે. જે તદ્દનગેરબંધારણીય પ્રક્રિયા છે. પ્રાદેશિક નિયામકની જાણ બહાર પોતાના મલીન ઈરાદા પાર પાડવા માટે ઠરાવો જનરલ બોર્ડમાં લેવામાં આવતા નથી. જેથી આ ઠરાવો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220104-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *