Gujarat

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિં.રૂ.૩,૩૬,૩૬૮/- ના મુદ્દામાલ સાથે પ્રોહી. બુટલેગર ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

આજરોજ તા.૨૮/૦૯/૨૦૨૨ ના શરૂ રાત્રિના અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, એક ગ્રે કલરની સ્વિફ્ટ ફોરવ્હિલ ગાડી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમરેલી, પ્રતાપ પરા રોડ તરફથી ચીતલ ગામ તરફ જવાની છે અને આ હકિકત . વાળી ફોરવ્હિલ ગાડી રીકડીયા ગામથી પસાર થવાની છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે હકિકત અન્વયે વોચમાં રહી પ્રોહી. બુટલેગર ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ, પકડાયેલ પ્રોહી. બુટલેગર ઇસમ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઃ
જગુ વાલાભાઇ વાળા ઉ.વ.૩૯, રહે.લાલાવદર,

પકડવાનો બાકી આરોપીઃ
ગણેશ મારવાડી રહે.અમદાવાદ

પકડાયેલ મુદ્દામાલઃ

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની અલગ-અલગ બ્રાન્ડની, ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૩૨, કિં.રૂ.૩૫,૮૬૮૪ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં.રૂ.૫૦૦/- તથા સ્વિફટ ફોરવ્હિલ રજી.નં-GJ-03-JR-0325 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૬,૩૬૮/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પ્રોહી બુટલેગર જગુ વાલાભાઇ વાળા વિરૂધ્ધમાં ખુન, મારામારી તથા ગુજરાત પ્રોહિબીશન અધિનિયમના ભંગ સહીત મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220929-WA0121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *