ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર ૭ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર,હેરા ફેરી, વેંચાણ અટકાવવા જરૂરી સૂચના આપવામાં આવેલ હોય, તથા એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વર્ણન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વૈચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે
જે અનુસંધાને શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની. તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી. તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન ખાધેલ હોય, એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની. તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી, તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ, ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, એસટી ડેપો તરફ જવાના રસ્તે, અમરેલી સીવીલ હોસ્પિટલ, દેવીપુજક વાસ પાસે, બે ઈસમો એક કાળા કલરના રેઝીનનાં ઘણામ ગેરકાયદેસર માદક પદાર્થ લઇ નિકળેલ છે. તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી હકિકત અન્વયે સદરહું ચોક્કસ ખાતી વર્ણનવાળા બે ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓ ક
(૧) ભૈરારામ ક્રિષ્નારામ ચૌધરી ઉવ.૩૯ ધંધો ડ્રાઈવીંગ રહે.શેશાવા, મુલાણીયા ઈટાવા, તા.શિતલવાના જિજાલોર, રાજ્ય રાજસ્થાન તથા
(૨) પુનમચંદ ટીકારામ ચૌધરી ઉવ.૩૨ ધંધો મજુરી હાલ રહે.સલડી, ભંડેરી ઈન્ડસ્ટ્રીઝ કાળુભાઇ ભંડેરી, તા લીલીયા જિ.અમરેલી મૂળ રહે, શૈશાવા મલાણીયા ઈટાવા, તા.શિતલવાના જિાલોર, રાજ્ય રાજસ્થાનવાળઓને ઝડપી પાડવામાં આવેલ છે, અને બાકી રહેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દમાલીન
(૧) માદક પદાર્થ પૌષ ડોડા ના ખાલી ખોખાના ટુકડાઓ, ભુક્કે, ૫૦૦ ગ્રામ, કિ.રૂ.૧,૫૦૦/- તથા (૨) માદક પદાર્થ ઘોષ ડોડાનો પાવડર ૨૩૦ ગ્રામ કિ.રૂ ૬૦/- તથા (૩) હેરોઇન ૩૮ ગ્રામ (એક ગામની ૫,૦૦૦ લેખે કિ.રૂ ૧,૯૦,000/ તથા (૪) ખફીણ, ૧૦૨ ગ્રામ કિં.૧૦,૨૦૦ તથા (૫) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨, ૧૨,૦૦૦ તથા એક રેઝીનની થેલો (બેગ) કિ.ગ્ર.૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂા.૨,૧૪,૩૯૦ ના જથ્થા મજકુર બન્ને ઈસમોને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સૌની, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી, તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા બે રાજસ્થાની પરપ્રાંતિય ઈસમોને માદક પદાર્થ હેરોઇન, અફીણના તથા પોષ ડોડા, જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


