Gujarat

અમરેલી શહેર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ અલ્પ્રાઝોલમ, ડ્રગ્સ મિશ્રીત પાવડરના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

💫 *શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા જરૂરી સુચનાં આપવામાં આવેલ અને સમગ્ર ભાવનગર રેન્જને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તેમજ *એ.ટી.એસ.* ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
  💫 જે અનુસંઘાને *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓએ *એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* ને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા તથા નશીલા પદાર્થોની બદ્દીને સદંત્તર નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, *એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એમ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* અમરેલી શહેર વિસ્તારમાં *એ.ટી.એસ.* ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી શહેરમાં બહારપરા વિસ્તાર, ધાનાણી શેરીમાં રહેતો ફારૂકભાઇ વલીભાઇ માંડલીયા, પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ સફેદ જેવા કલરનો પાવડરનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે અનુસંધાને સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
✨ *પકડાયેલ આરોપી*ઃ-
1️⃣ફારૂકભાઇ વલીભાઇ માંડલીયા ઉવ.-૪૫, ધંધો.-મજુરી, રહે.બહારપરા, ધાનાણી શેરી, તા.જી.અમરેલી.
✨ *બનાવની હકિકત ઃ-*
  ઉપરોક્ત બાબતે પ્રથમ અમરેલી સીટી પો.સ્ટે.,માં જા.જોગ નં.-૫૫/૨૦૨૧, તા.૧૪/૧૧/૨૦૨૧ કલાક : ૦૦/૩૦ વાગ્યેથી જાહેર થયેલ હતો અને સદરહું બાબતે FSL અધિ.શ્રી દ્વારા પ્રાથમિક પરીક્ષણે NDPS પોઝીટીવ માદક પદાર્થ હોવાનું જણાવેલ પરંતુ આ માદક પદાર્થ કયા પ્રકાનો છે તે હાલ સ્પષ્ટ કહી શકાય નહી તેવો FSL અધિ.શ્રી દ્વારા તપાસણીનાં અંતે અભિપ્રાય આપવામાં આવેલ હોય, અને માદક પદાર્થનું વજન કરી કબ્જે કરી, DFS, ગાંધીનગર ખાતે વિગતવાર તપાસણી અર્થે મોકલી આપવા જણાવેલ હતુ અને સદરહું બાબતે DFS ગાંધીનગરનાઓ તરફથી પરીક્ષણ અહેવાલ આવતા તેઓશ્રીના અભિપ્રાય મુજબ સદરહું માદક પદાર્થ પાવડરમાં અલ્પ્રાઝોલમની હાજરી શોધાયેલ છે. આમ, ઉપરોક્ત પૈકી અલ્પ્રાઝોલમનો સમાવેશ NDPS એક્ટનાં સાયકોટ્રોપીક શિડ્યુલમાં કરવામાં આવેલ છે. જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે., માં ગુન્હો રજી.કરવામાં આવેલ છે.
✨ *કબ્જે કરેલ મુદ્દમાલ*ઃ-
  ગેરકાયદેસર રીતે માદક પદાર્થ *અલ્પ્રાઝોલમ ડ્રગ્સ મિશ્રીત પાવડર* નો જથ્થો ૧૮.૦૬ ગ્રામ, કિ.રૂા.૧૮,૦૦૦/- તથા સફેદ કલરનાં કાગળમાં માદક પદાર્થ સફેદ જેવા કલરનો પાવડરનો જથ્થો રાખેલ તે ખાલી કાગળનું વજન ૨.૨૦ ગ્રામ કિ.રૂા.૦૦/- મળી કુલ *કિ.રૂા. ૧૮,૦૦૦/-* ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે પકડાયેલ મજકુર ઈસમ વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે., ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૩૨૦૦૨૨/૨૦૨૨, એન.ડી.પી.એસ.ની કલમ-૮(સી), ૨૨(બી) મુજબ ગુન્હો રજી.કરવામાં આવેલ છે.
💫આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી *નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ *સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ.,શ્રી એચ.કે.મકવાણા તથા એસ.ઓ.જી. પો.સ.ઈ., એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* દ્વારા એક ઈસમને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ અલ્પ્રાઝોલમ, ડ્રગ્સ મિશ્રીત પાવડરના જથ્થાસાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220108-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *