Gujarat

અમરેલીના મોટા માચિયાળા ગામની મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

અમરેલી
છેલ્લા આઠ દિવસથી મગજમાં ગરમી ચડી ગઈ હોય અને બક્વાસ ઉપડી ગયો હોય તેણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ૪૫ વર્ષીય મહિલાના આપઘાતની આ ઘટના અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામે બની હતી. અહીંની કિરણબેન અરજણભાઈ ઈટોલિયા નામની મહિલાએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતાં તેને સારવાર માટે ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અરજણભાઈ ધનજીભાઈ ઇટોલિયાએ જણાવ્યું કિરણબેનને છેલ્લા આઠ દિવસથી મગજમાં ગરમી ચડી ગઈ હતી. અને તેના કારણે અવાર-નવાર બક્વાસ પણ ઉપડી જતો હતો. એટલું જ નહી ગરમીના કારણે તેને માથાનો દુખાવો પણ રહેતો હતો. આખરે તેનાથી કંટાળી જાય તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો. અમરેલી તાલુકા પોલીસ મથકના એએસઆઇ કે. બી. ગઢવી બનાવ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *