Gujarat

અમરેલીના મોણપુર ગામની સગીરાની ઘરમાં લટકતી હાલતમાં લાશ મળી

અમરેલી
અમરેલી તાલુકાના મોણપુર ગામે બની હતી. જયાં રોશની અશોકભાઇ સોંધરવા (ઉ.વ.૧૬) નામની કિશોરીની લાશ દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સગીરાની લાશ તેના પિતાના ઘરમા જ મળી હતી. તેની પુત્રીને ગામના પાર્થ જેઠાભાઇ ભેડા નામના યુવક સાથે પ્રેમ હતો. પરંતુ પાર્થ અલગ જ્ઞાતિનો હોય અને તેની પુત્રી સાથે માત્ર સમય પસાર કરતો હોય પણ અપનાવવા માંગતો ન હતો. તારીખ ૨૦/૩ના રોશની ઘરેથી જતી રહી હતી. બાદમાં રોશનીએ પોતાના ઘરે ઠેલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.અશોકભાઇએ પોલીસને એવું જણાવ્યું હતુ કે, તેમની પુત્રી રોશનીને પાર્થ જેઠાભાઇ ભેડા ઉપરાંત તેના પિતા જેઠાભાઇ રામભાઇ ભેડા અને ગામના સરપંચ પ્રકાશભાઇ હરસુરભાઇ ભેડાએ વાત બહાર ન આવે તેવા ડરના કારણે તેની પુત્રીને કોઇપણ રીતે મારી નાખી પોતાના ઘરમા દુપટ્ટા સાથે બાંધી મોત નિપજાવ્યું હોવાની શંકા છે.અમરેલી તાલુકાના મોણપુર ગામની એક સગીરા પ્રેમી સાથે ગયા બાદ પોતાના જ ઘરમા ગળાફાંસો ખાધેલી હાલતમા તેની લાશ મળી હતી. જે અંગે આ સગીરાના પ્રેમી અને ગામના સરપંચ સહિત ત્રણ સામે હત્યાની શંકા દર્શાવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *