Gujarat

અમરેલીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ ટીમ તૈનાત

અમરેલી
ભૂતકાળમાં ચોમાસા દરમિયાન પુરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઇને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પણ એક્સન મોડમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમરેલીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઇ છે. ૨૫ જવાનો ખેડેપગે રહેશે અને જરૂર પડ્યે બચાવ કામગીરી કરશે.અમરેલી જિલ્લામાં બાબરાના કોટડા પીઠા, ઉટવડ સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડીયા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્યભરમાં આપી છે. જેમાં આજથી ત્રણ દિવસ સુધી અમરેલી ઓરેન્જ એલર્ટ ઉપર છે વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ૩ દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઇને એનડીઆરએફની ૨૫ જવાનોની ટીમ તૈનાત કરાઇ છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *