Gujarat

અમરેલીમાં મુખ્યમંત્રીની ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક મળી

અમરેલી
અમરેલીમા ટીફીન મિટીંગમા ભાગ લેવા આવી પહોંચેલા રાજયના મુખ્યમંત્રીએ બંધ બારણે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. જેમા રસ્તાના કામોમા ચાલતી ગોલમાલ અને તંત્રમા ભાજપના કાર્યકરોનુ ઉપજતુ ન હોવાના સુર સાથે વિવિધ રજુઆતો થઇ હતી. બેઠકમા આગેવાનો અને કાર્યકરોએ પક્ષના અને પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી. પુર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ મુખ્યમંત્રીને એવુ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા વિકાસના કામો તો કરાય છે પરંતુ ગુણવતા પણ જળવાવી જાેઇએ. નવા બનેલા રોડ પુરા બે વર્ષ પણ ટકતા નથી અને નબળા પડી જાય છે. શહેરના રસ્તાઓ અને હાઇવે તુટી રહ્યાં છે. મે અનેક વખત રજુઆતો કરી છે. ભંગાર રસ્તાઓ અંગે રજુઆત થતા જ ખુદ ભાજપના કાર્યકરોએ જ તાળીઓ પાડી પોતાનુ સમર્થન રજુ કર્યુ હતુ. વી.વી.વઘાસીયાના આક્રમક અંદાજથી બીજા કાર્યકરોમા પણ ઉત્સાહ આવ્યો હતો. લીલીયા વિસ્તારના આગેવાન જીજ્ઞેશભાઇ સાવજે કહ્યું હતુ કે અમારા વિસ્તારમા તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના અડધા સભ્યો છે. જિલ્લા પંચાયતમા બે સદસ્યો છે પરંતુ આયોજનમા સભ્યોને લેવાતા ન હોય આપણું કંઇ ચાલતુ નથી તેવો લોકોમા મેસેજ જાય છે. થોડીવાર આ રજુઆતથી સન્નાટો વ્યાપ્યો હતો. ૨૭ વર્ષથી આપણે શાસનમા છીએ. જેથી રજુઆતો તો આવવાની જ. આપણે કામ કરવાનુ છે. મનદુખ હોય તો વડિલો બેઠા છે. તેની જાેડે બેસી ઉકેલ લાવવાનો. ઘણા કાર્યકરો આવી સીએમ સાથે ફોટો પડાવી જાય. બીજાને એમ થાય કે આ તો સીએમ સાથે છે. પણ એવુ નથી હોતુ. અમારે તો બધા કાર્યકરો સરખા છે. વાવાઝોડાને એક વર્ષ વિતી ગયુ છતા શિયાળબેટને હજુ પાઇપ લાઇન મારફત પાણી મળતુ નથી. મૃત્યુ પામેલા બે લોકોને હજુ સુધી સહાય મળી નથી. કલેકટર અને ખુદ આપની ઓફિસ સુધી રજુઆતો કરાઇ હતી. પણ ઉકેલ આવ્યો નથી.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *