Gujarat

અમરેલીમાં સ્ટેટ મોનીટરીંગની ટીમનો દરોડો, જુગાર રમતા ૨૩ ઈસમો ૪૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા

અમરેલી
અમરેલી તાલુકાના કાઠમાં વિસ્તારમાં સાંજે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડો પાડતા મોટો જુગાર ધામ ઝડપાયો જેમાં ૨૩ જેટલા અલગ અલગ ઈસમો જુગાર રમતા ઝડપી પાડ્યા ફોરવિલ કાર સહિત મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે મોનીટરીંગ સેલના દરોડાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે સાથે ગેરકાયદેસર પ્રવુતિ કરનારા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ તમામ આરોપી અમરેલી ભાવનગર રાજકોટ અલગ અલગ જિલ્લાના રહેવાસી તમામ આરોપીને ઝડપી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૦ લાખ જેટલી રોકડ રકમ અને ૬ જેટલી ફોરવિલ કાર સાથે સોંપી દેવાયા છે કુલ રૂ.૪૭,૨૩,૨૪૦ના મુદામાલ સાથે જુગાર ધામ ઝડપાયું છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *