અમીરગઢ
અમીરગઢથી મુસાફરો ભરી પાલનપુર જતી રિક્ષા જાેરાપુરા પાટિયા નજીક રિક્ષા પલટી જતાં ચાલક રિક્ષા નીચે દબાઇ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર પાંચ મુસાફરોનો બચાવ થયો હતો. છત્રાભાઇ રાજાભાઇ પરમાર (ઉં.વ.૪૨, રહે.ઉપલાબંધ,તા.અમીરગઢ) રિક્ષા નંબર જીજે-૦૮-એવી-૫૯૮૨ માં પાંચ મુસાફર ભરી અમીરગઢથી પાલનપુર તરફ જઇ રહ્યા હતા. છત્રાભાઇએ અચાનક રિક્ષાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા જાેરાપુરા પાટિયા નજીક રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં છત્રાભાઇ રિક્ષા નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ અંગેની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ લાશને રિક્ષા નીચેથી કાઢી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
