Gujarat

અમે કોના ભાગ્યનું ખાઇ રહ્યા છીએ?

જ્યારે મૂર્ખ માનવીની ખરાબ દશા આવે છે ત્યારે તે ભાગ્યને દોષ દીધા કરે છે પરંતુ પોતાના કર્મોમાં ભુલ થઇ હોય તેનો વિચાર કરતો નથી.ભાગ્ય ખરાબ હોય તો સુઘડતાથી કરેલ કામ ૫ણ બગડી જાય છે.માનવીએ ભાગ્યનો વિચાર કરીને ઉદ્યમ ના છોડવો કેમ કે ઉદ્યોગ વિના કોઇ૫ણ જાતનું ફળદાયક કાર્ય બની શકતું નથી.

એક હોટલમાં એક વ્યક્તિ(ભિખારી) આવે છે અને ભીડનો લાભ લઇને જમ્યા પછી કોઇને પણ ખબર ના પડે તે રીતે પૈસા આપ્યા વિના ધીરે રહીને બહાર નીકળી જાય છે.એક દિવસ જ્યારે આ વ્યક્તિ જમી રહ્યો હોય છે ત્યારે હોટલનો એક કર્મચારી હોટલના માલિકને કહે છે કે આ ભાઇ દરરોજ ભીડનો લાભ લઇને આપણી હોટલમાં આવીને જમીને બીલ ચુકવ્યા વિના જ જતો રહે છે.

તેની વાત સાંભળીને હોટલનો માલિક હસીને કહે છે કે તે ભાઇને તમારે કશું જ કહેવાનું નથી,તે ભાઇ જમી લે એટલે તેને જવા દો અને આ વિશે આપણે પછીથી ચર્ચા કરીશું.દરરોજની જેમ તે ભાઇએ ધરાઇને ખાધું અને ચારે બાજું જોયું અને ભીડનો લાભ લઇને કોઇને ખબર ના પડે તે રીતે હોટલમાંથી બહાર નીકળી જાય છે ત્યારે હોટલનો કર્મચારી હોટલના માલિકને પુછે છે કે આપે તેને કેમ જવા દીધો?

હોટલનો માલિક કહે છે કે તમે એકલાએ તે ભાઇનો જોયો છે તેવું નથી,તમારા સિવાય અન્ય હોટલના કર્મચારીઓએ પણ મને તેના વિશે જણાવ્યું છે કે આ ભાઇ હોટલની બહાર બેસી રહે છે અને જ્યારે હોટલમાં ભીડ જામે છે ત્યારે કોઇને ખબર ના પડે તે રીતે હોટલમાં આવીને જમીને ચાલ્યો જાય છે.આ વાત જાણવા છતાં પણ હું તેને રોકતો નથી કે પકડતો નથી કે તેનું અપમાન કરવાનો પણ મેં પ્રયત્ન કર્યો નથી કારણ કે મને લાગે છે કે મારી હોટલમાં જે ભીડ થાય છે તે આ ભાઇની પ્રાર્થનાના લીધે જ થાય છે.

તે ભાઇ મારી હોટલની સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરે છે કે જેમ બને તેમ જલ્દી આ હોટલમાં ગ્રાહકોની ભીડ થાય તો હું અંદર જઇને ભોજન ગ્રહણ કરીને બહાર નીકળી શકું.આમ તે જ્યારે મારી હોટલ સામે બેસીને પ્રાર્થના કરે છે ત્યારે મારી હોટલમાં ગ્રાહકોની ભીડ થાય છે.આ ગ્રાહકોની ભીડ પણ તેની પ્રાર્થનાથી જ થાય છે.

જીવનમાં આપણે પણ ક્યારેય ઘમંડ ના કરવો જોઇએ કે હું કમાઇને બીજાઓ ખવડાવું છું.આપણને ખબર નથી પરંતુ એવું પણ હોય કે અમે પોતે કોના ભાગ્યનું ખાઇ રહ્યા છીએ..!

મનુષ્‍યના ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.જો કોઇ મનુષ્‍ય બિલ્કુલ માનરહિત,અસહાય અને દીન હોય, જેને કોઇ ઓળખતું ના હોય, તણખલાથી ૫ણ વધુ નિર્બળ હોય,જેની કોઇ આબરૂ ના હોય,ગરીબીના કારણે તેને કોઇ ઓળખતું ના હોય,કોઇ આદર સત્કાર આપતા ન હોય,ઘરહીન હોય,વસ્ત્રો ૫ણ સારા ન હોય,ખાવા માટે પુરતું અનાજ ૫ણ જેને ઉ૫લબ્ધ ના હોય,ભાગ્યમાં ગરીબાઇ લખાયેલી હોવાથી તેના ભાગ્ય બદલાવાની કોઇ સંભાવના ૫ણ ના હોય…તેવા વ્યક્તિને ૫ણ જો સાચા સદગુરૂ મળી જાય તો આવા અભાગી અને કંગાલ વ્યક્તિને ૫ણ અમીર બનાવી દે છે એટલે કે નામધન આપીને ૫ળભરમાં તેનું જીવન બદલી નાખે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *