અમદાવાદ
૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ, કેન્સાસ સિટીના ગુજરાતી સમાજે પરંપરાગત ભારતીય ગરબા સેલિબ્રેશન નાઇટનું આયોજન કર્યું હતું. ગુજરાતી ગાયિકા ફાલુગ્ની પાઠક દ્વારા રજૂ કરવામાં આવેલ શો સુપરહિટ બન્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય જાેવા મળ્યો હતો. કેન્સાસ સિટીના ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને માનનીય સેનેટર રોજર માર્શલ, એટર્ની જનરલ ડેરેક શ્મિટ અને કેટી સોયર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સેનેટર માર્શલ આ કાર્યક્રમમાં ભીડની આભા અને ઉત્સાહથી એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેમણે સૌ કોઈ ખેલૈયાઓ અને જીએસકેસીના પ્રમુખ સાથે ભારતીય પરંપરાગત અને ખાસ કરીને ગુજરાતી ગરબા રમવાથી રોકી શક્યા ન હતા. સેનેટર માર્શલે તેમના વક્તવ્યમાં પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અદભૂત આયોજનની ખુબ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વીડિયો સંદેશ ગુજરાતથી મોકલવામાં આવેલ જે કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવેલ હતો જેમાં ગરબાનુ આયોજન કરવા અને ગુજરાતીની પરંપરાને યુએસએમાં જીવિત રાખવા બદલ પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની સમગ્ર ટીમની વિશેષ પ્રશંસા કરી હતી અને માં આંબાના આશીર્વાદ સર્વે પર પોતાના સંદેશથી વરસાવ્યા હતા.ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આવા અદ્ભુત ગરબા નાઇટ કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રશંસા પત્ર સંદેશ દ્વારા કરી હતી. છેલ્લા ૨૩ વર્ષમાં પ્રથમ વખત આટલા મોટા પાયે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએસકેસીએ તેમના પ્રમુખપદના છેલ્લા ૬ વર્ષમાં મહાત્માની ગાંધીની જન્મ જયંતીની ઉજવણી જેવા અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ,દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા ભારતીય તહેવારની ઉજવણીથી ભારતીય મૂળના પરિવારોના મૂલ્યોને વધારવાના ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે અને યુએસએમાં જ ભારતની સંસ્કૃતિનું ઉચ્ચ પ્રદર્શન કરવાનો પ્રયત્ન ગુજરાતી સમાજના સહાયથી કરી રહ્યા છે.


