Gujarat

અરવલ્લી એલસીબીએ મોડાસાની હોટલમાંથી ૮ જુગારીને ઝડપ્યા

મોડાસા
અરવલ્લી એલસીબી પીઆઇ સીપી વાઘેલાને બાતમી મળી હતી કે મોડાસા બાયપાસ પર મેઘરજ ચોકડી પાસે ફ્લોરેટ કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી મેરીલેન્ડ હોટેલમાં રૂમ નંબર ૪૦૯ હોટેલના મેનેજર જયંતીલાલ કાલુ લાલજી પટેલ રહે. સલુમ્બર જિ. ઉદયપુર પાસેથી હોટલમાં રૂમ ભાડે રાખી વિજયકુમાર જશવંતલાલ સુથાર રહે. જીતપુર મરડિયા તા.મોડાસા તીન પત્તી જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે પોલીસે રાત્રે રેડ કરતાં ૮ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપાના અને રોકડ સહિત રૂ.૬૧૨૦૦ કબજે કરી ૧૧ મોબાઈલ, નંબર વગરની કાર, એક્ટિવા નં. જીજે ૩૧ એફ ૪૦૪૧, જ્યુપિટર નં. જીજે ૦૭ સીસી ૩૨૭૪ સહિત કુલ રૂ. ૪૮૬૭૦૦ નો મુદ્દામાલ કબજે લઇ હોટેલના મેનેજર સહિત ૯ શખ્સોને દબોચી લીધા હતા.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *