અરવલ્લી
હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય થતી જાેવા મળે છે. ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટનો અરવલ્લીમાં બીજાે દિવસે માલપુરના તખતપુર બી.એડ. કોલેજમાં યુવાઓને ખાસ સંબોધન આપ્યું કે જેઓ આ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મત આપવાના છે. કેન્દ્રના ડિફેન્સ અને ટુરિઝમ મંત્રી અજય ભટ્ટ અરવલ્લી જિલ્લામાં મોડાસા અને બાયડ વિધાનસભા વિસ્તારમાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે બીજા દિવસે માલપુરના તખતપુર બી.એડ. કોલેજ ખાતે જેઓ આ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મત આપવાના છે. એવા યુવા મતદારોને સંબોધન કર્યું. આ યુવા મતદારોને જણાવ્યું હતું કે, આપણે દેશમાં સંરક્ષણની બાબતે ખૂબ આગળ છીએ પહેલા આપણે વિદેશથી શસ્ત્રો મંગાવવા પડતાં હતા. જ્યારે હાલ આપણે વિદેશમાં શસ્ત્રો મોકલી રહ્યા છીએ. યુવાઓ મત આપે તો આપણો મત સદુપયોગી રહે એ રીતે આપવો. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.


