રિપોર્ટર – મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના અરાલ અને છીપડી ગામ માં ગુજરાત ઇકોલોજી કમિશન ગુજરાત સરકાર ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ આસુતોષ ફાઉન્ડેશન મહેમદાવાદના સહયોગથી ગ્રીન ગુડ ડીડ્સ વિષય અનુસંધાને તાલીમ કાર્યક્રમ યોજાયો.જેમાં તાલીમકાર જીગ્નેશભાઈ પરમાર,રાજેશ લકુમ તથા હર્ષદભાઈ પરમાર દ્વારા ગ્રામજનોને વિષયના અનુસંધાને ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી.તાલીમ કાર્યક્રમ માં ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રોજેક્ટ દ્વારા બતાવવામાં આવી હતી.આ સાથે પાણીનો બગાડ અટકાવો અને પાણી બચાવવું,પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો,વૃક્ષો વાવવા,સૌચાલય નો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી જેવા વિષયો આવરી લઇ ચર્ચા ના ભાગરૂપે તાલીમ યોજવામાં આવી હતી,ગ્રામજનોએ પણ પર્યાવરણ વિભાગના આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક ભાગ લઇ સફળ બનાવ્યો હતો.


