Gujarat

આ બદલો લેવા કાવતરૂ ઘડ્યું હોવાનું ખુલ્યું, તો પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર
વાંકાનેર-મોરબી વચ્ચેના રેલવે ટ્રેક પ૨ ઇંટોનો જથ્થો મૂકી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે શખ્સોની રાજકોટ રેલવે પોલીસે ધરપકડ કરી હતી. યુપીમાં હિંસા કરનાર વિરુદ્ધ સીએમ યોગીએ બુલડોઝર ફેરવીને જે કાર્યવાહી કરી હતી. તેનો બદલો લેવા આ બન્ને શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈ ચકચાર મચી છે. તા.૧૨ના ડેમુ ટ્રેન વાંકાનેરથી મોરબી જઈ રહી હતી. ત્યારે મકનસર ગામ નજીક ટ્રેનના પાઈલોટ સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જાેવા મળ્યું હતું. જેથી સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઈનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. બાદમાં સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જાેવા મળ્યો હતો. આ બનાવ અંગે તુરંત સલીમભાઇએ રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ ચકચારી ઘટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે પોલીસે તપાસ દરમિયાન બે આરોપી અકબર ઉર્ફે દાઉદ મોવર મિયાણા ( રહે. મિલ પ્લોટ, વાંકાનેર ) અને લક્ષ્મણ મગન ઇશોરા ( રહે. ચંદ્રપુર )ની ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી દ્વારા પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. પ્રયાગરાજ હિંસાની આ ઘટનામાં બદલો લેવા બન્ને શખ્સોએ ટ્રેન ઉથલાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ ચકચારી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *