૨ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ ૨૦૦૦૦ જેટલી સહાય સરકારશ્રી ચૂકવશે સહાય
ગિરગઢડા તા
ભરત ગંગદેવ…
જિલ્લામાં મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર થાય છે. તળાવની આસપાસના ગામોના આંબાના બગીચા ઘણા વર્ષો જૂના છે. જે વર્ષોથી ફળ આપતા રહ્યા છે. પરંતુ આંબાની ઉંમર વધવાને કારણે તેના ઉત્પાદન પર પણ માઠી અસર જોવા મળી છે. પાછલા ચાર પાંચ વર્ષોથી સતત ઉત્પાદનમાં ઘટાડાની રજૂઆતો બાગાયત વિભાગને મળી રહી છે. ત્યારે કૃષિ નિષ્ણાતો દ્વારા જરૂરી ચકાસણી કરાયા બાદ પ્રાથમિક તારણમાં એ જાણવા મળ્યું છે કે વાતાવરણ તેમજ રોગ જીવાતના કારણે ફૂલ ખરી પડવું એ કેરી ન બંધાવાના કારણોમાં સામે આવેલ છે.
જેનું નિવારણ તો જ થાય જો સમયસર રોગ જીવાતના પગલાં લેવામાં આવે તેમ જ જરૂરી પોષણ વ્યવસ્થા ઉપરાંત જે આંબાના વૃક્ષો જૂના થઈ ગયા છે તેઓને નવપલ્લિત કરવામાં આવે જેથી ઉત્પાદન વધારી શકાય છે. જેના માટે બાગાયત વિભાગ તેમજ રાજ્યની કૃષિ યુનિવર્સિટી તરફથી ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે વિવિધ પ્રયુક્તિઓ સૂચિત કરવામાં આવે છે. જે ખેડૂત તે મુજબ ખેતી પદ્ધતિ અપનાવે છે તેઓને વાતાવરણની માઠી અસર થતી નથી તેવું જોવા મળ્યું છે. ખેડૂતોને પાકના ઉત્પાદન આવવાની બાબત કાયમી પ્રશ્ન છે. જેનો નિકાલ કરવો જરૂરી છે. જે માટે ખેડૂતો પોતાની વાડી નવપલ્લિત કરે છે. ખેડૂતોને જૂની વાડીના નવીનીકરણ માટે બાગાયત ખાતા તરફથી હેકટર દીઠ ૨૦૦૦૦ સુધીની સહાય ૨ હેકટરની મર્યાદામાં પૂરી પાડવામાં આવે છે. તેમજ આ માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂતોએ આ પ્રકારની ખેતી પદ્ધતિ અપનાવી છે.
ત્યારે બાગાયત વિભાગ નો સંપર્ક કરીને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તેવો બાગાયત વિભાગ અનુરોધ કરે છે.
